અમદાવાદ,બુધવાર
ગુજરાત માધ્યમિક અને ઉચ્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ૭મી જુલાઈથી બોર્ડની પુરક પરીક્ષા શરૃ થઈ રહી હતી.પરંતુ ૭મી જુલાઈએ ઈદ આવતી હોવાથી બોર્ડ દ્વારા પરીક્ષાનો કાર્યક્રમ બદલાયો છે.જે મુજબ હવે ધો.૧૨ સાયન્સની પુરક પરીક્ષા ૮મી જુલાઈથી શરૃ થશે અને ૭મીએ લેવાનાર પરીક્ષા હવે ૧૧મી જુલાઈએ લેવાશે.
બોર્ડ દ્વારા આજે ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાનો નવો કાર્યક્રમ જાહેર કરી દેવાયો છે.જે મુજબ ૮મી જુલાઈએ ધો.૧૨ સાયન્સમાં સવારે ૧૦ઃ૩૦ થી ૨ કેમેસ્ટ્રીનું પેપર અને બપોરે ૩થી ૬ અંગ્રેજી પ્રથમ ભાષા તથા દ્રિતિય ભાષાનું પેપર લેવાશે. ત્યારબાદ ૯મીએ સવારે ૧૦ઃ૩૦થી ૨ પ્રથમ ભાષા ગુજરાતી તેમજ બપોરે ૩થી ૬ ફિઝિક્સનું પેપર લેવાશે.
૧૧મીએ સવારે ૧૦-૩૦ થી ૨ ગણિતનું અને ૩થી ૬ઃ૩૦ બાયોલોજીનું પેપર લેવાશે. જ્યારે ૧૦મી જુલાઈએ બપોરે ૩થી ૬ઃ૧૫ સામાન્ય પ્રવાહના તમામ વિષયોની પુરક પરીક્ષા લેવાશે. ધો.૧૦ની પુરક પરીક્ષા ૮મી જુલાઈથી શરૃ થશે અને જે ૧૧મી જુલાઈ સુધી ચાલશે.