મેક ઇન ઇન્ડિયા કોન્સ્ટેપ્ટ અને કૃષિ પર મુખ્ય ધ્યાન અપાય તેવી શક્યતા :જુદા જુદા ક્ષેત્રો દ્વારા કરાયેલી માંગ બાદ કોને શું મળશે તેને લઇ સસ્પેન્સ
કાલે બજેટ : આવકવેરા મુક્તિ મર્યાદા પર બધાની નજર રહેશે
નવીદિલ્હી,તા. ૨૮,નાણાંપ્રધાન અરૂણ જેટલી આવતીકાલે કરોડો લોકોની અપેક્ષા અને તમામ ક્ષેત્રોના ઉદ્યોગોની ઉત્સુકતા વચ્ચે વર્ષ ૨૦૧૬-૧૭ માટેનુ સામાન્ય બજેટ રજૂ કરવા જઇ રહ્યા છે. અનેક પ્રકારની લોકોની અપેક્ષા અને અનેક પ્રકારના જટિલ પડકારો વચ્ચે નાણાંપ્રધાન અરૂણ જેટલી બજેટ રજૂ કરશે. બજેટમાં દેશના તમામ વર્ગને રાજી રાખવાની બાબત તેમના માટે સરળ રહેશે નહી.જેટલી મુળભૂત મુક્તિ મર્યાદાને વર્તમાન ૨.૫૦ લાખથી વધારીને ૨.૭૫ લાખ કરી શકે છે. છેલ્લા બજેટમાં બેઝિખ મુક્તિ મર્યાદામાં કોઇ વધારો કરાયો ન હતો. બચતને પ્રોત્સાહન આપવામાં આવી શકે છે. બજેટમાં સામાન્ય લોકો ધણી બધી અપેક્ષાઓ રાખી રહ્યા છે. હાલમાં રિયલ એસ્ટેટ સેક્ટરમાં પણ મંદી પ્રવર્તી રહી છે જેથી આ સેક્ટરમાં તેજી લાવવાનો પણ પડકાર રહેલો છે. બીજી બાજુ કલમ ૮૦સી, ૮૦સીસીસી, ૮૦સીસીડી(૧) હેઠળ કપાત કરની મર્યાદા ૧.૫૦ લાખ સુધી યથાવત રાખવામાં આવે તેમ માનવામાં આવે છે. આ ઉપરાંત હાઉસ પ્રોપર્ટી માટેની આવકને લઇને પણ કેટલીક જાહેરાતો થઇ શકે છે. બજેટમાં અન્ય કેટલીક જોગવાઈઓને લઇને તમામ લોકો પોતપોતાની રજૂઆતો કરી ચુક્યા છે. વર્ષ ૨૦૧૪માં મે મહિનામાં સત્તામાં આવ્યા બાદ મોદી સરકાર તેનુ બીજુ સંપૂર્ણ બજેટ રજૂ કરનાર છે. જેમાં મધ્યમ વર્ગ, ખેડુત વર્ગ, અને યુવા વર્ગને ખુશ કરવાના પ્રયાસ કરવામાં આવી શકે છે. બજેટમાં વ્યક્તિગતો અને કંપનીઓને ટેક્સમાં કેટલીક રાહત મળી શકે છે. ટેક્સના સ્લેબ અથવા તો મુક્તિ મર્યાદાના પાસામાં ફરી સમીક્ષા કરવામાં આવી શકે છે. તેમાં ફેરફાર કરીને વ્યક્તિગતો અને કંપનીઓને કેટલીક રાહત સરકીદ્ધ આપી શકે છે. દેશમાં વધુ રોકાણ કરવા માટે કંપનીઓને પ્રોત્સાહન આપવા નવી પહેલ થઇ શકે છે. કોર્પોરેશન ટેક્સને લઇને પણ ગણતરી ચાલી રહી છે. ટેક્સ નિષ્ણાંતો માને છે કે મોદી સરકાર આ દિશામાં પહેલ કરી શકે છે. સત્તામાં આવ્યા બાદ તરત જ જુલાઇમાં નરેન્દ્ર મોદી સરકારે બજેટની રજૂઆત કરી હતી. બજેટમાં જેટલી સંરક્ષણ ક્ષેત્ર માટે ફાળવણીમાં વધારો પણ કરી શકે છે. આશરે ૧૦ ટકા વધારો સંરક્ષણ ફાળવણીમાં કરવામાં આવી શકે છે. મોદી સરકાર કેન્દ્રિય બજેટમાં આ અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરી શકે છે. નરેન્દ્ર મોદી સરકાર રાજ્યોને વધારે સત્તા આપવા ઇચ્છુક દેખાઇ રહી છે. ભારતના વિકાસમાં રાજ્યોની ભૂમિકા વધારે મજબુત બને તેવી ઇચ્છા મોદી સરકાર ધરાવે છે. કેન્દ્રિય બજેટમાં આનો સંકેત આપવામાં આવી શકે. જુદા જુદા મંત્રાલયોના બજેટમાં પણ જંગી ધટાડો કરવામાં આવી શકે છે. યોજના અને બિન યોજનાખર્ચ વચ્ચેના અંતરને લઇને નવી નિતી જાહેર કરવામાં આવી શકે છે. સામાજિક સેક્ટરને યોજના ફાળવણીમાં કાપ મુકાશે નહી પરંતુ રાજ્યોને આમાં ભૂમિકા અદા કરવા માટે કહેવામાં આવશે. જેટલી આવતીકાલે બજેટ રજૂ કરતી વેળા એક્સાઇઝ ડયુટીમાં રાહત આપે તેવી શક્યતા છે. ઉપરાંત સરકાર ર્સવિસ ટેક્સના દરોમાં કાપ મુકી શકે છે.વિશ્વસનીય સુત્રો પાસેથી પ્રાપ્ત અહેવાલ મુજબ મોદી સરકાર બજેટ રજૂ કરતી વેળા આ વખતે મેક ઇન ઇન્ડિયા કોન્સેપ્ટ પર ખાસ નજર રાખશે. બજેટમાં એક્સાઇઝ ડયુટીમાં મોટી રાહતો મળી શકે છે. ભારતમાં ઉત્પાદન કરવા અને વિદેશી અથવા તો સ્થાનિક કંપનીઓને કોઇ તકલીફ ન પડે તેની ખાતરી કરવામાં આવનાર છે. સરકાર દરેક બજેટમાં ર્સવિસ ટેક્સની જાળને વધુ વિસ્તળત કરે છે. આ પરંપરાને જાળવી રાખવાની બાબત સરળ રહેશે નહી. જુદા જુદા ક્ષેત્રો તરફથી છેલ્લા ધણા દિવસથી માંગ કરવામાં આવી રહી હતી. સ્ટીલ સેક્ટરમાં મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવાની માંગ થઇ રહી હતી. પોઇન્ટ ઓફ સેલ ટ્રાન્ઝીક્શન પર ટેક્સને નાબૂદ કરવાની વાત થઇ રહી છે. શિસ્તમાં રહેતા કરદાતાઓને રાહત આપવાના હેતુસર એચએનઆઈ પર વધારાના ટેક્સ લાગૂ કરવામાં આવી શકે છે. ડીઝલ કારના ઉપયોગ ઉપર પ્રદૂષણ સેસ લાગૂ કરવાની હિલચાલ દેખાઈ રહી છે. કૃષિને વિશેષ મહત્વ અપાઈ શકે છે.