Breaking News
|
વિદ્યાર્થીઓની માંગ છતાં ગુજરાત યુનિ.સેમેસ્ટર પરીક્ષા પાછી નહી ઠેલે
- સેમેસ્ટર પરીક્ષાઓ પાછી ખેંચવાની
- દિવસો ખુટતા હોવાથી ૨૮મી માર્ચથી પરીક્ષાઓ શરૃ ન કરવા માંગ
પણ પાછી ખેંચવી શક્ય નથીગુજરાત યુનિ.દ્વારા આગામી ૨૮મી માર્ચથી ફાઈનલ સેમેસ્ટર પરીક્ષાઓ શરૃ કરવામા આવનાર છે ત્યારે વિદ્યાર્થીઓએ પરીક્ષાઓ પાછી ખેંચવા ઉગ્ર માંગ કરી છે.પરંતુ યુનિ.આ વખતે પાછી ખેંચવાના જરા પણ મુડમાં ન હોઈ કુલપતિ કહે છે કે હાલ અમારી કોઈ વિચારણા નથી.
યુજીસીના નિયમ પ્રમાણે સેમેસ્ટર પ્રથા માં પ્રથમ સત્રમાં ૧૧૨ અને બીજા સત્રમાં ઓછામા ઓછા ૯૦ શૈક્ષણિક દિવસો થવા ફરજીયાત છે પરંતુ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન યુજીની બીએ,બીકોમ અને બીએસસી તથા પીજીની કોલેજમાં હાલ ચાલી રહેલા બીજા સત્રમાં બીજા સત્રમાં ૯૦ દિવસો પુરા થાય તે પહેલા યુનિ.દ્વારા ૨૮મી માર્ચથી સેમેસ્ટર પરીક્ષાઓ શરૃ કરી દેવામા આવનાર છે.
જો કે મહત્વનું છે કે ગત પ્રથમ સેમસ્ટરમાં વિદ્યાર્થીઓએ ઉગ્ર માંગ કરતા યુનિ.એ પરીક્ષાઓ પાછી ઠેલી હતી અને બીજી બાજુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લીધે યુનિ.ને બીજી વાર પરીક્ષા પાછી ઠેલતા ૧૪મી જાન્યુઆરી સુધી પ્રથમ સત્રની પરીક્ષાઓ ચાલી હતી.જેથી હવે બીજા સત્રમાં જો ૯૦ દિવસ બાદ પરીક્ષાઓ યોજે તો મેના અંતમાં પરીક્ષાઓ પુરી થાય તેમ છે અને આખુ સત્ર પાછુ ખેંચવુ પડે.
જેથી બીજા સત્રમાં યુનિ.દ્વારા નિયમ પ્રમાણે પરીક્ષાઓનું આયોજન કરી ૨૮મી માર્ચથી યુજીમાં સેમેસ્ટર ૨ ,૪ અને ૬ની તથા પીજીમાં સેમેસ્ટર ૨ અને ૪ની પરીક્ષાઓ શરૃ કરવામા આવી રહી છે.તો વિદ્યાર્થીઓ દ્વારા ફરીવાર આ સત્રમાં પણ પરીક્ષાઓ પાછી ખેંચવાની ઉગ્ર માંગ કરાઈ છે.બીજી બાજુ ૨૦ માર્ચે વિદ્યાર્થી સેનેટની પણ ચૂંટણી હોઈ વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારીને લઈને સમય ન રહેતા હોવથી એપ્રિલમાં પરીક્ષાઓ યોજવાની માંગ કરી રહ્યા છે.જો કે આ અંગુ કુલપતિનું કહેવુ છે કે પરીક્ષાઓ પાછી ખેંચવી શક્ય નથી.થોડા દિવસો સત્રમાં ખુટે છે પરંતુ આ સત્રમાં વિદ્યાર્થીઓ-કોલેજોએ એટલુ એડજસ્ટ કરવુ જ પડે તેમ છે.આ વખતે અમે પરીક્ષાઓ પાછી ખેંચવાના જરા પણ મુડમા ન હોઈ હાલ કોઈ વિચારણા નથી.