Breaking News
|
૭ લાખ ઉમેદવારે તલાટીની પરીક્ષા આપી : ૭૫૦૦નું સિલેકશન થશે
- ફોર્મ ભરનારા ૯.૫ લાખ ઉમેદવારોમાંથી ગુજરાતભરમાં
- ૨ માર્ચ સુધીમાં પ્રોવિઝનલ આન્સર કી જાહેર થવાની શક્યતા
એક ટકા જેટલા ઉમેદવારોનું મેરિટ તૈયાર કરવાનું હોવાથી પેપર અઘરું રખાયુંગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આજે રાજ્યભરમાં રેવન્યુ તલાટીની લેખિત પરીક્ષા લેવાઈ હતી.જે એક-બે બનાવોને બાદ કરતા એકંદરે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. સમગ્ર રાજ્યમાંથી ૯.૫ લાખ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા અને જેમાંથી આજની પરીક્ષામાં ૭ લાખ જેટલા ઉમેદવારો બેઠા હતા.આમ અઢી લાખ જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી ન હતી.પરીક્ષા આપનારા ઉમેદવારોમાંથી સીલેકશન ૭૫૦૦ ઉમેદવારોનું કરવામા આવશે.આજનું પેપર એકંદરે ઉેમદવારોને ખુબ જ લાંબુ લાગ્યુ હતું.
ગુજરાત સરકારના મેહસૂલ વિભાગ દ્વારા બે વર્ષ પહેલા એટલે કે ફેબુ્રઆરી ૨૦૧૪માં રેવન્યુ તલાટીની પરીક્ષા લેવાઈ હતી પરંતુ તેમાં પેપર ફોડી અને પાસ કરાવીને સીલેકશન કરાવવાના મસમોટા કૌભાંડ બાદ આખી પરીક્ષા અને પરિણામ સહિત ભરતી પ્રક્રિયા રદ્દ કરાઈ હતી.બે વર્ષ બાદ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફરીવાર આ પરીક્ષાનું આયોજન કરાતા આજે રાજ્યભરમાં લેખિત પરીક્ષા લેવાઈ હતી.રેવન્યુ તલાટીની વર્ગ ૩ની ૨૫૬૦ જેટલી જગ્યાઓ માટે આજે બપોરે ૧૨થી ૧ દરમિયાન ઓબ્જેક્ટિવ ટાઈપની ૧૦૦માર્કસની પરીક્ષા લેવાઈ હતી.ફોર્મ ભરનારા ૯.૫ લાખ ઉમેદવારોમાંથી ગઈકાલ રાત સુધીમાં ૮.૬૬ લાખ ઉમેદવારો કોલ લેટર ડાઉનલોડ કરી લીધા હતા જ્યારે આજે પરીક્ષા ૭ લાખ જેટલા ઉમેદવારોએ જ આપી હતી.આમ ફોર્મ ભરનારા ઉેમદવારોમાંથી અઢી લાખ ઉમેદવારો ઓછા પરીક્ષામાં બેઠા હતા.
આજની પરીક્ષામાં અનેક તકેદારીના ભાગરૃપે ઈન્ટરનેટ સેવા બંધકરવા ઉપરાંત વર્ગ નિરીક્ષકોને પણ મોબાઈલ લઈ જવા દેવાયા ન હતા. રાજ્યના ૨૬૧૦ કેન્દ્રો પર લેવાયેલી આજની આ પરીક્ષામા વેરાવળમાં એક બ્લોકમાં બંધ કવરમાંથી એક પેપર ઓછુ નીકળતા કેટલાક ઉમેદવારોએ હોબાળો મચાવ્યો હતો અને ૧૫થી વધુ ઉમેદવારો પરીક્ષા રૃમની બહાર જતા રહ્યા હતા.જો કે આ સહિતની એકથી બે નાની મોટી ઘટનાઓને બાદ કરતા એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા સંપન્ન થઈ હતી.પરીક્ષા બાદ હવે બુધવાર સુધીમાં પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરી દેવાશે.પરીક્ષા પુરી થયા બાદ આજ સાંજથી તમામ સેન્ટરોમાંથી ઉત્તરવહઓ ઉઘરાવી તેનું સ્કેનિંગ શરૃ કરી દેવાયુ છે.આ વખતે ગૌણ સેવા દ્વારા અધિકારીઓ સાથે અને નીષ્ણાંતો સાથે ચર્ચા કરીને પ્રી પ્રોવિઝનલ આન્સર કી તૈયાર કર્યા બાદ તેમાં સુધારા કરીને પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરાશે.ત્યારબાદ તેમાં ઉમેદવારો પાસે સુધારા વધારા મંગાવી ફાઈનલ આન્સર કી જાહેર કરાશે.ઉમેદવારોના જણાવ્યા પ્રમાણે આજનુ તલાટીની પરીક્ષાનું પેપર ઘણું લાંબુ હતું.જેથી જે લોકોએ તૈયારી કરી ન હતી તેવા લાખો ઉેમદાવારો પાસ જ નહી થઈ શકે.ગૌણ સેવા દ્વારા પણ ૮.૬ લાખ મેદવારોમાંથી ૭૫૦૦નું પ્રાથમિક સિલેકશન કરવાનું હોઈ થોડે અંશે અઘરુ અને લાંબુ પેપર જ કાઢવામા આવ્યુ હતું.