મહારાષ્ટ્રનાસાંસદ લોકસભામાં રાષ્ટ્રગીતમાંથી ‘સિંધ' શબ્દ કાઢી અન્ય શબ્દ ઉમેરવાનો મુદો ઉઠાવ્યો હતો. જેને લઈને રાષ્ટ્રીય સિંધી સમાજના ગાંધીધામ પ્રભાગે મામલતદારને આવેદનપત્ર પાઠવી લાગણી દુભાયાની ફરિયાદ કરી છે.
મહારાષ્ટ્રમાં મુંબઈ સાઉથના શિવસેના પાર્ટીના સાંસદ અરવિંદ સાવંતે મંગળવારે લોકસભામા ઝીરો અવર્સ દરમિયાન ભારતના રાષ્ટ્રગીત 'જન ગણ મન'માંથી સિંધ શબ્દ કાઢી નાખવાનો મુદો ઉઠાવ્યો હતો. સાવંતના અનુસાર દેશમાં ક્યાંય સિંધ નામનો કોઇ પ્રદેશ છે નહીં, જેના કારણે તે શબ્દ રાખવો નિરર્થક છે. જેથી ‘સિંધ' શબ્દને કાઢી ઉચિત અન્ય કોઇ શબ્દ નાખવામા આવે. જ્યારે આના પ્રત્યાઘાત દેશના છેવાડાના કચ્છ ખાતે પડ્યા હતા. બુધવારે રાષ્ટ્રીય સિંધી સમાજના ગાંધીધામ કોમ્પ્લેક્સના આગેવાનો રાજકુમાર લાલચંદાણી, લલીત ધલવાણી સહિતના સભ્યોએ મામલતદાર સમક્ષ જઈ રજુઆત કરી હતી કે સિંધ સભ્યતાનો વિષય છે. વર્તમાન સ્થિતિ મુજબ સિંધ સાથે રાષ્ટ્રગીત કાયમ રહેવું જોઇએ. પ્રકારની બાબત ઉઠતા સિંધી સમાજની લાગણી દુભાઈ છે.
સિંધી સમાજે મામલતદારને આવેદન આપી વિરોધ નોંધાવ્યો હતો.
1911માં ટાગોરે કરી હતી રચના
ભારતગણરાજ્યના રાષ્ટ્રગીત 'જન ગણ મન'ની રચના રવીન્દ્ર નાથ ટાગોરે 1911માં કરી હતી. જે-તે સમયે ભારત દેશ આજની જેમ ટુકડાઓમાં વિભાજીત હતું. હાલ પાકિસ્તાનમાં આવતો સિંધ પ્રદેશ પણ અખંડ ભારતનો ભાગ હતો. 1950માં મૂળરૂપે બાંગલામાં લખાયેલા ગીતની હિન્દી આવૃત્તિને દેશના રાષ્ટ્રગીત તરીકે સ્વીકારાયું હતું.
પહેલા પણ થઈ ચુક્યો છે વિવાદ
2005માંનેશનલ સ્કેટિંગ ચેમ્પિયન સંજય ભટ્ટનાગરે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી રાષ્ટ્રગીતમાંથી સિંધ શબ્દ કાઢવાની માગણી કરી હતી. જેને તત્કાલિન કેન્દ્ર સરકારે સિંધ સ્થળ નહીં સભ્યતાનું પ્રતિનિધિત્વ કરતું હોવાનું જણાવી ચેલેન્જ કરી હતી. 2011માં મુંબઈના રીટાયર્ડ પ્રોફેસર શ્રીકાંત મુલુસ્તેએ બોમ્બે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરી 'સિંધ'ની જગ્યા પર 'સિંધુ' શબ્દ કરવા માગણી કરી હતી. યુપી અને મહારાષ્ટ્રના શૈક્ષણિક પુસ્તકોમાં સિંધની જગ્યાએ વર્ષો સુધી 'સિંધુ' લખાતું રહ્યું છે. જેની પાછળ સિંધુએ નદીની સભ્યતાનું નામ હોવાનો તર્ક અપાય છે.