કર્મચારીઓને ખુશ કરવા સરકારનો પ્રયાસ : ત્રણ વર્ષ સુધી પીએફની રકમ કર્મચારીના ખાતામાંથી નહિ કપાય : સરકાર જમા કરશે : સરકારે રૂા. ૧ હજાર કરોડનું ફંડ અલગ તારવ્યું
નવી દિલ્હી તા. ૨૯ : કર્મચારી ભવિષ્ય નિધિ એટલે કે ઇપીએફને લઇને બજેટમાં અનેક મોટી જાહેરાતો કરવામાં આવી છે. કર્મચારીઓને ખુશ કરવા માટે સરકારે નક્કી કર્યું છે કે, પહેલા ત્રણ વર્ષ સુધી પીએફની રકમ કર્મચારીઓના ખાતામાંથી નહિ કપાય પરંતુ સરકાર આ રકમ જમા કરશે.
આ માટે રૂપિયા ૧ હજાર કરોડનું ફંડ ઉભુ કરવામાં આવ્યું છે. પહેલા ત્રણ વર્ષ સુધી કર્મચારીઓના પૈસા સરકાર આપશે. કર્મચારીઓના પીએફના પૈસા સરકાર નહિ કાપે આમ કરીને સરકારે પીએફનો દાયરો વધારવાનો નિર્ણય કર્યો છે.
નાણામંત્રી અરૂણ જેટલીએ આજે બજેટ રજુ કરીને એલાન કર્યું કે, સરકાર દ્વારા ઇપીએફમાં અપાતા ભાગને ૮.૩૩ ટકા ભાગ સરકાર આપશે. સરકાર આ ફાળો બધા જ નવા કર્મચારીઓને પ્રથમ ત્રણ વર્ષની નોકરીઓમાં આપશે.
પરંતુ જણાવ્યું કે, આ સ્કીમ ફકત તે જ લોકોના ઇપીએફ ખાતા પર લાગુ થશે. જેની મહિનાની આવક ૧૫ હજાર રૂપિયા છે.