Monday, May 25, 2015

CBSE ધોરણ-૧૨નું આજે પરિણામ જાહેર થઇ શકે છે

૧૦૪૦૩૬૮ વિદ્યાર્થીઓમાં ભારે આતુરતા : ધોરણ ૧૦નું પરિણામ ૨૭મીના રોજ ધોષિત કરાય તેવી સંભાવના : માર્ચ ૨૦૧૫માં પરીક્ષા લેવામાં આવી હતી

   અમદાવાદ, તા.૨૪,સેન્‍ટ્રલ બોર્ડ ઓફ સેકન્‍ડરી એજ્‍યુકેશન (સીબીએસઈ)ની ધોરણ-૧૨ની પરીક્ષાનું પરીણામ આવતીકાલ જાહેર કરવામાં આવે તેવી પુરી શકયતા છે. ૧૦,૪૦,૩૬૮ વિદ્યાર્થીઓએ આ ધોરણ-૧૨ની પરીક્ષા આપી હતી. જેઓમાં પરીણામે લઈને ભારે આતુરતા જોવા મળી રહી છે. જ્‍યારે ધોરણ -૧૦નું પરિણામ ૨૭મેના રોજ જાહેર કરવામાં આવે તેવી શકયતા છે. પ્રાપ્ત થતી માહીતી મુજબ સેન્‍ટ્રલ બોર્ડ ઓફ સેકન્‍ડરી એજ્‍યુકેશન દ્વારા માર્ચ-૨૦૧૫માં ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી ધોરણ-૧૦ની પરીક્ષામાં ૧૩,૭૩,૫૮૩ વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. જ્‍યારે ધોરણ-૧૨ની પરીક્ષામાં ૧૦,૪૦,૩૬૮ વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. આ પરીક્ષા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓ આતુરતા પૂર્વક પરીણામોની રાહ જોઈ રહ્યા છે ત્‍યારે સીબીએસઈના ઉચ્‍ચ સ્‍તરીય સુત્રો તરફથી મળતી માહીતી મુજબ સીબીએસઈ ધોરણ-૧૨નું પરીણામ આવતીકાલે સાંજ સુધી જાહેર કરી દેવામાં આવે તેવી પુરી શકયતા છે. સીબીએસઈની વેબસાઈડ ઉપર આ પરીણામ જાહેર કરલાની જગ્‍યાએ બે અથવા ત્રણ ફેસમાં જાહેર કરવામાં આવે તેવી પણ શકયતા છે. જેમાં ચેન્‍્નાાઈ ઝોનનું પરીણામ પ્રથમ જાહેર કરવામાં અવાશે ત્‍યાર બાદ પટણા અને ભુવનેશ્વર ઝોનનું પરીણામ જાહેર કરવામાં આવે છે અને અંતે ઓલ ઈન્‍ડીયાનું પરીણામ જાહેર કરવામાં આવશે આ વર્ષ સીબીએસઈ બોર્ડની સંખ્‍યામાં ૩.૩૭ ટકાનો વધારો નોધાયો હતો. ત્‍યારે આ વખતે પરીણામની ટકાવારીમાં પણ વધારો નોંધાયો તેવી અટકળો લગાવવામાં આવી રહી છે. બીજુ બાજુ સીબીએસઈ દ્વારા ધોરણ ૧૦નું પરીણામ ૨૭મેના રોજ જોહાર કરવામાં આવે તેવી પ્રબળ શકયતા છે. ઉલ્લેખનીય છે કે આગામી ૩૦મી જુનથી ગુજરાત સહીત દેશનાં મોટાભાગના રાજયોમાં ૩૦મી જુનથી એન્‍જિન્‍યરીંગ સહીતના અભ્‍યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયાનો પારંભ થઈ રહ્યો છે. ત્‍યારે આ પહેલા વિદ્યાર્થીઓને માર્કસીટ મળી જાય તેવી વ્‍યવસ્‍થા સીબીએસઈ દ્વારા કરાઈ રહી છે. 

Share This
Previous Post
Next Post