અમદાવાદ, તા.૨૪,ગુજરાત સરકાર દ્વારા રાજયમાં શિક્ષણ પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે. પરંતુ ગુજરાતની ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ૪૮૦૦ તથા આચાર્યોની એક હજાર જેટલી જગ્યા ખાલી છે છતા હજુ ૧૯૯૮ પછી નિમાયેલા શિક્ષકોને ફાજલને રક્ષણ રદ કરવા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. તેનાથી હજુ શિક્ષકોની જગ્યા ખાલી થશે. ત્યારે આ બાબતે પુનઃવિચારણા કરવા માંગ ઉઠી છે. પ્રાપ્ત થતી માહીતી મુજબ ગુજરાતની ગ્રાન્ટેડ હાઈસ્કુલમાં માધ્યમિક શિક્ષકોની ૮૦૦ જગ્યા, ઉચ્ચ માધ્યમિક શિક્ષકોની ચાર હજાર આચાર્યોની એક હજાર અને વહિવટી કર્મચારીઓની ૧૬૦૦ જેટલી જગ્યા ખાલી છે તેમાય તાજેતરમાં ૧૯૯૮ પછી નિમણૂંક પામેલા શિક્ષકોને ફાજલનું રક્ષ રદ કરવા શિક્ષણ કમિશનરે પરિપત્ર જાહેર કર્યો છે. આ બાબતથી વિસંવાદીતા ઉભી થશે. ધોરણ ૮ના વર્ગ બંધ થતા ૧૯૯૮ પછી નિમાયેલા જુનિયર શિક્ષકો પ્રાથમિક શાળાઓમાં ગોઠવાઈ જતા રક્ષીત બની ગયા છે. જ્યારે બીજી બાજુ તેનાથી સિનીયર શિક્ષકો વર્ગ બંધ થતા રક્ષણ ન હોવાથી છુટા થશે. સરકાર નવી ભરતી કરી જુના શિક્ષકોને છુટા કરે છે. સરકારની સેલ્ફ ફાઈનાન્સ શાળાઓને આડેધડ મંજૂરી અને તેને પ્રોત્સાહન આપવાની નિતીથી ગ્રાન્ટેડ શાળાને બંધ કરાવવા પાછળ પડી છે. તેમાં શિક્ષકોની જગ્યા ખાલી છે. ૧૯૯૪ પછી નિમાયેલા શિક્ષકોનો ફાજલનું રક્ષણ રદ કરવા પ્રસિધ્ધ થયેલા પરિપત્રથી હજુ વધુ શિક્ષકોની જગ્યા ખાલી થશે અને ગ્રાન્ટેડ હાઈસ્કુલનો મળત્યુધંટ વાગી જશે. ત્યારે રાજયમાં ગ્રાન્ટેડ શાળાઓના રક્ષણ માટે ગુજરાતની ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં ફાજલને રક્ષણ રદ કરવાના નિર્ણય અંગે પુનઃ વિચારણા કરવામાં આવે તેવી માંગણી શિક્ષક વર્તુળમાં ઉઠવા પામી છે.