બાળકોની સાચી સંખ્યા જાણવા મળે તે માટે આચાર્યોને ટેલીફોનથી માહિતિ આપવાનો આદેશ
અમદાવાદ, શનિવાર
ગુજરાતની ૩૪૦૦૦ જેટલી સરકારી શાળાઓમાં મધ્યાહ્ન ભોજન યોજના ચાલી રહી છે. જેમાં જેટલા બાળકોને ભોજન અપાય છે તેનાથી વધુ બાળકોની સંખ્યા બતાવવામાં આવે છે અને સરકાર એ રીતે વર્ષે કરોડો રૃપિયા વધારાનાં ચૂકવી રહી છે. આ અંગે સરકારમાં અનેક ફરિયાદો થઇ છે. આખરે મધ્યાહ્ન ભોજન યોજનાના કમિશનર દ્વારા બાળકોની સાચી સંખ્યા જાણવા મળે તે માટે બાળકોની સાચી સંખ્યા જાણવા મળે તે માટે આચાર્યો પાસેથી ટેલિફોનથી જ માહિતી મંગાવવાનું નક્કી કર્યું છે.
શિક્ષણ વિભાગના અધિકારીઓ રાજ્યભરની સ્કૂલોમાં રોજેરોજ માહિતી મેળવી શકે તે માટે એક ખાસ સોફ્ટવેર તૈયાર કરાયો છે. જેથી આચાર્ય બાળકોની સંખ્યા જણાવશે તેનું આપોઆપ રેકોર્ડીંગ થઇને તેનો ડેટા બની જશે. તાજેતરમાં બાયસેગનાં માધ્યમથી તમામ આચાર્યોને તાલીમ પણ અપાઇ હતી. હવે ૧લી જુલાઇથી તેનો અમલ થઇ જશે. અત્યાર સુધી શાળાઓ દ્વારા અઠવાડીયે એક વખત કેટલા વિદ્યાર્થીઓ જમ્યા તેનું મેન્યુઅલી લીસ્ટ આચાર્યો દ્વારા મોકલાતું હતું. પરંતુ હજારો શાળાઓમાંથી ખરેખર જમ્યા હોય તેના કરતા વધુ બાળકોની યાદી મોકલાતી હતી. અત્રે નોંધનીય છે કે કન્યા કેળવણી - ગુણોત્સવ દરમિયાન પણ મંત્રીઓ - ૈંછજી અધિકારીઓ સમક્ષ ફરિયાદો આવી હતી કે વાસ્તવમાં જમતાં બાળકોની સંખ્યાને બદલે વધુ બાળકોની સંખ્યા મોકલવામાં આવે છે.
જોકો નવા નિયમથી કૌભાંડ કદાચ અટકી જશે. પરંતુ સરકારે અગાઉ એવો પરિપત્ર કર્યો હતો કે શાળાની અંદર કર્મચારીઓએ મોબાઇલ જમા કરાવી દેવાનો રહેશે. જે લોક એન્ડ કીમાં રહેશે. પરંતુ હવે મોબાઇલ ફોનથી શાળામાંથી જ માહિતી આપવાનો પરિપત્ર કરવામાં આવતા સરકારનાં જ અગાઉના પરિપત્રનો ભંગ થશે. કેમ કે આચાર્ય ગેરહાજર હોય અથવા ફોન ન ઉપાડે એવી સ્થિતિમાં અન્ય સિનિયર શિક્ષકોએ આવી માહિતી આપવાની રહેશે.
સવારે પાંચ વાગ્યે રંધાતો ખોરાક બપોરે બે વાગ્યે અપાય છે
અમદાવાદ, શનિવાર
મધ્યાહ્ન ભોજન યોજના માટે સવારે પાંચ વાગ્યે જમવાનું તૈયાર કરવામાં આવે છે. દૂરના ગામડાઓ અને વિસ્તારોની શાળામાં જમવાનું પહોંચાડવાનું હોવાથી ૮થી ૯ કલાક પહેલું તૈયાર કરવામાં આવે છે. પરંતુ વિદ્યાર્થીઓને આ જ ખોરાક બે વાગ્યે પીરસાય છે. આથી ભોજનની ગુણવત્તા પણ હલકી કક્ષાની થઇ જાય છે.