Monday, April 4, 2016

એટીએમમાં રાત્રે આઠ પછી રોકડ નહીં ભરાય

 નવી દિલ્‍હી તા. ૪ : રોકડ લઇ જતી વેન પર હુમલાઓની વધી રહેલી ઘટનાઓથી ચિંતીત સરકારે રાતે ૮ વાગ્‍યા પછી એટીએમમાં નાણાં ન ભરવાનો અને ખાનગી કેસ ટ્રાન્‍સપોર્ટેશન એજન્‍સીએ બપોર અગાઉ બેન્‍કમાંથી નાણાં કઢાવી લેવાનો પ્રસ્‍તાવ મૂક્‍યો છે.

   ગૃહ મંત્રાલયે એટીએમ માટે નાણાં લઇ જતી ખાનગી એજન્‍સીઓ માટે ગ્રામીણ વિસ્‍તારોમાં ૫ાંચ વાગ્‍યા અગાઉ અને નક્‍સલવાદી વિસ્‍તારોમાં ત્રણ વાગ્‍યા અગાઉ એટીએમમાં નાણાં ભરવાનો, રોકડ લઇ જતી વેનમાં સીસીટીવી અને જીપીએસ હોવું જોઇએ અને પ્રતિ ખેપ પાંચ કરોડ રૂપિયાથી વધુ રોકડ ન લઇ જવાનો સમાવેશ પ્રસ્‍તાવમાં કરાયો છે. જો હુમલો થાય તો બે સશષા ગાર્ડ અને ડ્રાઇવર વેનને સલામત સ્‍થળે લઇ જઇ શકે એવી એમને તાલીમ આપવી ફરજિયાત કરવાનો પણ પ્રસ્‍તાવમાં સમાવેશ કરાયો છે.
Share This
Previous Post
Next Post