હોબાળા બાદ PPF- EPF-NPS મામલે મોદી સરકારની પીછેહઠ
પીપીએફ ઉપાડ ઉપર હવે કોઇ ટેક્ષ નહિ લાગેઃ ઇપીએફમાં ૧પ૦૦૦ના પગારદારનો પણ ટેક્ષ નહિ કપાયઃ પીપીએફ ઉપાડ પર ટેક્ષ છુટ ચાલુ રહેશેઃ ૧લી એપ્રિલ બાદ ઇપીએફના ૬૦ ટકા ઉપાડ પર ટેક્ષ લાગશે પણ ૧પ૦૦૦થી ઓછી આવકવાળા બાકાત
નવી દિલ્હી તા. ૧ :.. નાણામંત્રી અરૂણ જેટલી દ્વારા ગઇકાલે રજૂ કરેલા સામાન્ય બજેટમાં ૧ એપ્રિલ ર૦૧૬ થી ઇપીએફ, પીપીએફ અને નેશનલ પેન્શન સ્ક્રીમ માંથી ઉપાડ થતી રકમના ૬૦ ટકા ભાગ પર ટેકસ લગાવાના પ્રસ્તાવ પર નાણા મંત્રાલયે સ્પષ્ટતા કરી છે. નાણામંત્રાલયે કહયું કે પીપીએફની રકમના ઉપાડ પર અગાઉની જેમ ટેકસની છૂટ રહેશે. સાથે જ ૧ એપ્રિલ ર૦૧૬ બાદ ઇપીએફ ની ૬૦ ટકાની રકમ ઉપાડ પર ટેકસ લાગશે. આમાંથી ૧પ હજારથી ઓછી આવક ધરાવતા લોકોને બહાર રાખવામાં આવ્યા છે.
રેવન્યુ સેક્રેટરી હસમુખ અધિયાએ કહયું કે પીપીએફ માંથી ઉપાડ પર પહેલાની જેમ જ ટેકસ છૂટ રહેશે. સાથે જ તેઓએ કહયું કે ૧ એપ્રિલ ર૦૧૬ બાદ ઇપીએફમાં જમા કરેલી રકમના ૬૦ ટકા ઉપાડ પર ટેકસ લાગશે. જેમાં ૧પ હજાર રૂ. થી ઓછી આવક ધરાવતા કર્મચારીઓને બહાર રાખવામાં આવ્યા છે.ગઇકાલે રજૂ કરેલા બજેટ બાદ નોકરીયાત વર્ગમાં આ અંગે રોષ ફેલાયેલા હતો જે અંગે નાણા રાજયમંત્રી જયંત સિન્હાએ સ્પષ્ટતા અંગે જણાવ્યું હતું. નાણા રાજયમંત્રી સિન્હાએ કહયું હતું ટેકસ પારિવર્તનની ચીંતાઓ અંગે અમને માલૂમ છે. અને જલ્દી થી તે અંગે સ્પષ્ટીકરણ કરીશું. બજેટમાં સંભવિત પરીવર્તનનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે. જેથી હાલની બચત પર કોઇપણ પ્રકારની અસર થાય નહીં.
ગઇકાલે રજૂ કરેલા સામાન્ય બજેટમાં ૧ એપ્રિલ, ર૦૧૬ થી ઇપીએફની આંશિક ઉપાડ પર ટેકસનો પ્રસ્તાવ કરવામાં આવ્યો હતો કેન્દ્ર સરકારે આ પગલાથી દેશના અંદાજે છ કરોડ પગારદાર વર્ગને ઝાટકો લાગ્યો છે.
નાણામંત્રી અરૂણ જેટલીએ કહયું હતું. પેન્શનના પૈસા અને ઇપીએફ સહિત માન્યતા પ્રાપ્ત ભવિષ્ય ભંડોળના ૪૦ ટકા ભાગ ટેકસ ફ્રી રહેશે. આ નિયમ ૧ એપ્રિલ, ર૦૧૬ અથવા તેના બાદ થી ઇપીએફમાં યોગદાનથી તૈયાર કોર્પસ પર લાગુ થશે.
આ ઉપરાંત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ અંગે ટવીટ કર્યુ કે તેઓએ ઘણા લોકો સાથે વાત કરી છે. તેઓ ઇપીએફ - પીપીએફ પર સામાન્ય માણ પાસેથી ટેકસ લેવા થી દુઃખી છે. જયારે શ્રીમંતોના દેવા માફ કરવામાં આવે છે. અને કાળુ નાણું ધરાવતા લોકોને માફ કરી દેવામાં આવે છે. (પ-૩૮)