Friday, March 4, 2016

જો PFના ઉપાડની રકમ પર ટેક્‍સ આવશે તો વોલન્‍ટરી PF વાળો વર્ગ મ્‍યુચ્‍યુઅલ ફન્‍ડ અથવા ટેક્‍સ-ફ્રી બોન્‍ડ્‍સ તરફ વળી જશે

 નવી દિલ્‍હી તા. ૪:  રિટાયરમેન્‍ટ સમયે નાણાં ઉપાડતી વખતે પ્રોવિડન્‍ટ ફન્‍ડના ભંડોળ પર ૬૦ ટકા રકમ પર વેરો લાદવાની કેન્‍દ્ર સરકારે બજેટમાં કરેલી જાહેરાત વિશે ફરી વિચારણા શરૂ થઇ છે અને સરકાર એમાં સુધારા કરશે અથવા આ દરખાસ્‍ત પાછી ખેંચી લેશે એવી શક્‍યતા છે.
પરંતુ જો આમ ન થયું તો વોલન્‍ટરી પ્રોવિડન્‍ટ ફન્‍ડ (VPF)માં વધારાની રકમ જમા કરી બચત કરનારી પગારદાર વ્‍યક્‍તિઓ હવે ટેક્‍સ ફ્રી બોન્‍ડ્‍સ કે ડેટ મ્‍યુચ્‍યુઅલ ફન્‍ડ ભણી વળી જશે. એન્‍યુઇટીમાં રોકાયેલા ન હોય  એવા કિસ્‍સામાં ૨૦૧૬ની પહેલી એપ્રિલ પછીથી  પ્રોવિડન્‍ટ ફન્‍ડમાં જમા કરાયેલી રકમ પર આ નિયમ લાગુ પડશે. વોલન્‍ટરી પ્રોવિડન્‍ટ ફન્‍ડમાં જમા કરવામાં આવેલી રકમ પ્રોવિડન્‍ટ ફન્‍ડના ભંડોળના જ એક ભાગરૂપ ગણાશે. તથા એના પર એ જ  હિસાબે વેરો લાગુ કરવામાં  આવશે.એમ્‍પ્‍લોઇઝ પ્રોવિડન્‍ટ ફન્‍ડ ((EPF) એક રિટાયરમેન્‍ટ બેનિફિટ સ્‍કીમ છે જે તમામ પગારદાર વ્‍યક્‍તિઓ માટે ખુલ્લી છે. જ્‍યારે તમે કામ કરવાની શરૂઆત કરો છો ત્‍યારે તમારી બેઝિક સેલેરીના ૧૨ ટકા રકમ પ્રત્‍યેક મહિને તમારા પગારમાંથી કાપવામાં આવે છે તથા એટલી જ રકમ તમારા માલિક દ્વારા પણ તમારા (EPF) અકાઉન્‍ટમાં જમા કરવામાં આવે છે. VPF એવી પગારદાર વ્‍યક્‍તિઓ માટે છે. જેઓ પ્રત્‍યેક મહિને ૧૨ ટકા કરતાં વધુ રકમ તથા તેમના મોંઘવારી ભથ્‍થાની રકમને તેમના VPFમાં જમાં કરી બચત કરવા માગે છે સરળતાથી ઓપરેટ કરી શકાય એવી જોખમરહિત આકર્ષક વ્‍યાજ, વેરામુક્‍તિ જેવાં કારણોને લીધે ઘણા કર્મચારીઓએ તેમના પ્રોવિડન્‍ટ ફન્‍ડમાં રોકાણ વધારતા હોય છે.
Share This

Related Posts