Thursday, March 24, 2016

માધ્યમિક શિક્ષકો પર હજુ પણ ફાજલ થવાની લટકતી તલવાર

માધ્યમિક શિક્ષકો પર હજુ પણ ફાજલ થવાની લટકતી તલવાર


ઈ.સ.1998બાદ ભાવનગર સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા સેંકડો શિક્ષકો ઉપર ફાજલ થવાની અને નોકરી ગુમાવવાની તલવાર લટકી રહી છે કારણ કે સરકારે ફાજલને રક્ષણ આપવા માટે માત્ર મૌખિક વાયદાઓ આપ્યા છે બાકી હજુ સુધી કોઇ લેખિતમાં પરિપત્ર જાહેર કરવામાં આવ્યો નથી.

ગુજરાતની ધો.9થી ધો.12ની હાઇસ્કૂલોમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અને જે�ઓને ફાજલ થવાનો પ્રશ્ન છે તે�ઓના રક્ષણ માટે ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ સહિત અનેક ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા તે�ઓને ફાજલ શિક્ષકોને નોકરીમાંથી કાઢી નહીં મુકાય તેવા મૌખિક વાયદા અપાયા છે પણ હજુ સુધી અંગે કોઇ લેખિત પરિપત્ર જાહેર કરાયો નથી. જો કે વર્ષે એક વર્ગની સરાસરી હાજરી ઘટાડી દેતા વર્ષે તો શિક્ષકોને ફાજલમાંંથી રક્ષણ મળી ગયું છે પણ નિયમની સમીક્ષા જૂન-2016માં કરવાની જોગવાઇ રાખી હોય જો નિયમ બદલાય તો રાજ્યમાં �ઓછામાં �ઓછા 1600 જેટલા શિક્ષકો ફાજલ થાય તેમ છે.

ઉપરાંત વધુ એક પ્રશ્ન ઉચ્ચત્તર પગાર ધોરણનો છે. જેમાં હવે નવું ગતકડું ધો.10માં હિન્દી વિષય પાસ કર્યો હોય તો 9 વર્ષ, 20 વર્ષ અને 31 વર્ષે મેળવાપાત્ર ઉચ્ચત્તર પગાર ધોરણનો લાભ મળશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યારે ધો.10માં હિન્દી વિષય મરજિયાત છે અને મોટા ભાગે વિદ્યાર્થી�ઓ ગુજરાતી અને અંગ્રેજી કે સંસ્કૃત વિષય રાખે છે. સંજોગોમાં સેંકડો શિક્ષકોના ઉચ્ચત્તર પગાર ધોરણના કેસ અટવાઇ ગયા છે.

CCC પરીક્ષામાં મુક્તિમાં પણ અન્યાય

^CCCનીપરીક્ષા50 વર્ષ થયા હોય તેને મુક્તિ આપવામાં આવે છે પણ હવે જ્યારથી શિક્ષક સીસીસી પાસ કરે ત્યારથી દ્વિતીય ઉચ્ચત્તર પગાર ધોરણનો લાભ મળે છે અગાઉના વર્ષો કપાઇ જાય છે અને તેનું કોઇ એરિયર્સ પણ મળતું નથી. > શિરીષભાઈજોષી, ગુજરાતશૈક્ષણિક સંઘ સંકલન સમિતિ

શૈક્ષણિક | ઓછામાં ઓછા 1600 શિક્ષકોની નોકરી ભયમાં 
Share This
Previous Post
Next Post