ગાંધીનગર તા. પ : રાજય શિક્ષણ મંત્રી વસુબેન ત્રિવેદીએ જણાવ્યું છે કે, રાજયમાં શિક્ષણનો વ્યાપ વધે અને વિદ્યાર્થીઓને ઘર આંગણે જ ઉચ્ચશિક્ષણ પ્રાપ્ત થાય તે માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે વર્ષ ર૦૧૬-૧૭માં નવી ૧૬ સરકારી કોલેજો શરૂ કરાશે અને રાજયના તમામ તાલુકા મથકોએ સરકારી કોલેજો શરૂ કરવાનું રાજય સરકારનું આયોજન છે.
વિધાનસભા ખાતે જસદણ વિંછીયા તાલુકામાં ગ્રાન્ટેડ કોલેજો અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રીએ ઉમેર્યુ કે, ગ્રાન્ટેડ કોલેજો આપવાની નીતી રાજય સરકારે બંધ કરી છે ખાનગી સંસ્થાઓ હોવાથી અનુદાનિત કોલેજો આપવાની રહેતી નથી જયા જરૂરિયાત હશે અને વિદ્યાર્થીઓની સંખ્યા વધશે તો રાજય સરકાર ચોકકસ નવી કોલેજો શરૂ કરશે ગત વર્ષે આદિજાતિ વિસ્તાર સહિત વિવિધ વિસ્તારોમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધતા નજીકના વિસ્તારોમાં એક્ષટેન્શન સેન્ટરો શરૂ કરાયા હતા આ સેન્ટરો ખાતે આગામી જુન માસથી નવી કોલેજો શરૂ કરવાનું રાજય સરકારનું આયોજન છે. હાલ રાજકોટ જિલ્લામાં ૮ સરકારી, ૩૭ ગ્રાન્ટેડ અને ૧૩ ખાનગી કોલેજો કાર્યરત છે જે પૈકી જસદણમાં ૩ કોલેજો કાર્યરત છે.(૬.૧૬)