Tuesday, March 1, 2016

6 KAROD P.F.DHARAKONE NIRASHA 60 % FUND UPADVA PAR TAX

6કરોડ PF ધારકોને નિરાશા ૬૦ ટકા ફંડ ઉપાડવા પર ટેક્‍સ
માત્ર ૪૦ ટકા હિસ્‍સો જ ફ્રી રહેશે

   નવી દિલ્‍હી તા. ૧ : છ કરોડથી વધુ પીએફધારકોને નિરાશ કરે તેવા પગલામાં સરકારે પહેલી એપ્રિલ, ૨૦૧૬થી ઇપીએફ ઉપાડવા પર અમુક વેરો વસૂલ કરવાનો નિર્ણય લીધો છે. જે પગારદાર વર્ગ માટે સરકાર તરફથી મોટી પીછેહઠ માનવામાં આવે છે. જયારે બીજી બાજુ બજેટ ૨૦૧૬-૧૭માં નવા કર્મચારીઓ માટે સરકાર તરફથી એક મોટી ભેંટ અપાઇ છે. જે મુજબ નવા કર્મચારીઓના પીએફમાં સરકાર ત્રણ વર્ષ સુધી તેનો હિસ્‍સો આપશે. પરંતુ બીજી બાજુ સરકારે ફંડ ઉપાડવા પર ટેક્‍સ લાદીને જૂના કર્મચારીઓને નિરાશ પણ કર્યા છે.
   નાણાં મંત્રી અરૂણ જેટલીએ જાહેરાત કરી હતી કે ઇપીએફઓ માટે ડ્ડ ૧૦૦૦ કરોડનું ભંડોળ ફાળવવામાં આવ્‍યું છે. જોકે ઇપીએફઓએ પૈસા ઉપાડવા માટેના પોતાના નિયમોને કડક બનાવી દીધા છે. નવા નિયમો કડક બનાવી દેવામાં આવી રહ્યા છે. નાણાં મંત્રીએ તેમના બજેટ સ્‍પીચમાં જાહેરાત કરી છે કે સુપરએન્‍યુએશન ફંડ્‍સ અને ઇપીએફ સહિત માન્‍યતાપ્રાપ્ત ફંડ્‍સના સંદર્ભમાં પહેલી એપ્રિલ ૨૦૧૬ના રોજે કે તે પછીના ફાળામાંથી ઊભા થયેલા ભંડોળમાંથી ૪૦ ટકા હિસ્‍સો જ ટેક્‍સ ફ્રી રહેશે. હાલમાં ઇપીએફમાંથી લેવાતી રકમ પાંચ વર્ષની સતત નોકરી બાદ આવકવેરામાંથી સંપૂર્ણ મુક્‍ત છે. પરંતુ એક વખત નવો નિયમ લાગુ પડે પછી કર્મચારીઓએ ઇપીએફમાંથી કાઢવામાં આવતી ૬૦ ટકા રકમ પર વેરો ચુકવવો પડશે.
   વિશ્‍લેષકોનું કહેવું છે કે ઇપીએફ પાછું ખેંચવા પરનો વેરો કર્મચારીઓના ટેક્‍સ સ્‍લેબ પ્રમાણે વસૂલ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ઇપીએફઓ આશરે છ કરોડ કર્મચારીઓના આશરે ડ્ડ ૬.૫ લાખ કરોડના ભંડોળનું સંચાલન કરે છે.
   વિશ્‍લેષકો માને છે કે પગારદાર વર્ગ રિટાયરમેન્‍ટ ફંડમાં રોકાણ કરી રાખે તે માટે તેમને પ્રોત્‍સાહન આપવા આ પગલું ભરાયું છે. નાણાં મંત્રીએ ઇપીએફની જેમ જ ન્‍યુ પેન્‍શન સ્‍કીમ (એનપીએસ)માં રોકાણકારોને આટલો જ ટેક્‍સ ચુકવવો પડશે. આનો મતલબ એમ થયો કે આવક વેરાના અધિકારક્ષેત્રમાં આવતી એનપીએસ આંશિક ટેક્‍સફ્રી રહેશે. આમ એનપીએસ વિધડ્રોલ્‍સની ૬૦ ટકા રકમ પર ટેક્‍સ લાગુ પડશે.
Share This

Related Posts