ટેક્ષ સ્લેબ યથાવતઃ નાના કરદાતાઓને ૩૦૦૦ની રાહતઃ સર્વિસ ટેક્ષ હવે ૧પ%: મોંઘવારી ફુંફાડા મારશેઃ શ્રીમંતો ઉપર સરચાર્જ વધ્યોઃ કુલ ર૦,૬૦૦ કરોડનો બોજો
નાણામંત્રી અરૂણ જેટલીએ રજુ કર્યુ ર૦૧૬-૧૭નું સામાન્ય બજેટઃ સર્વિસ ટેક્ષ વધતા તમામ સેવાઓ મોંઘી થશેઃ કૃષિ કલ્યાણ ટેકસરૂપી ૦.પ%ટેક્ષઃ કલીન એનર્જી ઉપર સેસમાં વધારોઃ નવા સેસ અને ટેક્ષનો પ્રજા ઉપર બોજોઃ ૮૦-જીબી હેઠળ હાઉસ રેન્ટની સીમા ર૪૦૦૦થી વધારી ૬૦,૦૦૦: એક કરોડથી વધુ આવક મેળવનારા પર ૧ર%ના બદલે ૧પ% સરચાર્જઃ પ લાખથી ઓછી આવકવાળા માટે ટેક્ષ સીલીંગ ર૦૦૦થી વધારી પ૦૦૦ રૂપિયા : તમામ પ્રકારની કાર મોંઘી થઇઃ ૧ ટકો પોલ્યુશન સેસઃ લકઝરી કાર વધુ મોંઘી થઇઃ ચાંદીને બાદ કરતા તમામ ઘરેણા પર ૧ ટકાની એકસાઇઝ ડયુટી વધારાતા ઘરેણા મોંઘાઃ કોર્પોરેટ ટેક્ષ હવે ર૯%: બ્લેકમની માટે વીડીઆઇએસઃ ઓપ્શન્સના ટ્રેડીંગ પર એસટીટી પર ટેક્ષ વધારાયોઃ ૩પ લાખ સુધીની હોમલોન પર : પ૦,૦૦૦ રૂ.સુધીની વધારાની છુટઃ ગાર ૧લી એપ્રિલ ર૦૧૭થી લાગુ થશેઃ ભાડા પર રહેનારાને મોટો ફાયદોઃ એકંદરે કૃષિ-ગ્રામીણ-ઉદ્યોગ
નવી દિલ્હી તા.ર૯ : નાણામંત્રી અરૂણ જેટલીએ આજે રજુ કરેલા ર૦૧૬-૧૭ના બજેટમાં સામાન્ય કરદાતાઓને નિરાશ કર્યા છે. તેમણે ટેકસ સ્લેબ યથાવત રાખી આંચકો આપ્યો છે અને પાંચ લાખ સુધીની આવકવાળા નાના કરદાતાઓને રૂ.૩૦૦૦ની મામુલી રાહત આપવાની જાહેરાત કરી છે. તેમણે ૦.પ ટકા કૃષિ કલ્યાણ ટેકસ સ્વરૂપે સર્વિસ ટેકસમાં વધારો કર્યો છે અને સર્વિસ ટેકસનો દર ૧૪.પ૦ ટકાથી વધારીને ૧પ ટકા કર્યો છે. સર્વિસ ટેકસમાં વધારો કરવામાં આવતા તમામ સેવાઓ મોંઘીદાટ થઇ જશે. નાણામંત્રી જેટલીએ શ્રીમંતો ઉપરનો સરચાર્જ વધારીને ૧પ ટકા કર્યો છે. તેમણે વિવિધ સેસ અને ટેકસ સ્વરૂપે કુલ રૂ.ર૦,૬૦૦ કરોડનો પ્રજા ઉપર બોજો લાદયો છે. નાણામંત્રીએ વૈભવી કાર સહિત તમામ નાની-મોટી કાર મોંઘી કરી છે તો બીજી તરફ સોના-ચાંદીના ઘરેણા પર ૧ ટકાની એકસાઇઝ ડયુટી લાદતા ઘરેણા મોંઘા થઇ જશે. તેમણે નવુ ઘર લેતા લોકોને છુટ આપવાનો પ્રયાસ કર્યો છે તો એચઆરએમાં અપાતી ટેકસ છુટ ર૪૦૦૦ થી વધારીને ૬૦,૦૦૦ કરવાની જાહેરાત કરી છે. કોર્પોરેટ ટેકસનો દર ઘટાડીને ર૯ ટકા કર્યો છે તો તંબાકુ અને તેની પ્રોડકટ મોંઘી કરી છે. તેના ઉપરની એકસાઇઝ ડયુટી વધારવામાં આવી છે.
નાણામંત્રી અરૂણ જેટલીએ આજે સવારે શેર-શાયરી સાથે બજેટ વાંચવાનું શરૂ કર્યુ હતુ. તેમણે આ બજેટમાં કૃષિ, ગ્રામીણ, યુવા વગેરે માટે ખાસ ધ્યાન આપ્યુ હોવાનુ ચિત્ર સ્પષ્ટ થાય છે. નાણામંત્રી અરૂણ જેટલીએ આજે રજુ કરેલા બજેટમાં પ્રજાને જોર કા ઝટકા જોર સે લગે તેવી દરખાસ્તો કરી છે. તેમણે ઇન્કમટેક્ષના સ્લેબમાં કોઇ ફેરફાર નહી કરીને નોકરીયાત વર્ગની આશાઓ ઉપર પાણી ફેરવી દીધુ છે. પાંચ લાખથી ઓછી આવકવાળાઓ માટે કલમ-૮૭ એ હેઠળ ટેકસ સીલીંગ ર૦૦૦ થી વધારીને પ૦૦૦ કરી છે તો એક કરોડથી વધુ આવકવાળા લોકો પર ટેકસ ૧ર ટકાથી વધારીને ૧પ ટકા કર્યો છે. તેમણે પહેલી વખત ઘર ખરીદનારાને પ૦,૦૦૦ રૂ.ની છુટ આપવાનું એલાન પણ કર્યુ છે. આ છુટ એવા લોકોને મળશે જેમનુ ઘર પ૦ લાખ રૂપિયા સુધીનુ હોય જેમની હોમલોન ૩પ લાખ રૂપિયા સુધીની હોય. નાણામંત્રીએ એચઆરએમાં ટેકસ છુટ ર૪૦૦૦ થી વધારીને ૬૦,૦૦૦ રૂ. કરી છે.
આજે રજુ કરેલા બજેટમાં તેમણે નાના કરદાતાઓને જે રાહત આપી છે તેનાથી ર કરોડ કરદાતાઓને રૂ.૩૦૦૦નો ફાયદો થશે. અત્યાર સુધી પ લાખથી ઓછી આવકવાળા પર પ૦૦૦નો ટેકસ લાગતો હતો. ભારતીય અર્થતંત્રની સ્થિતિ સ્થિર અને વૈશ્વિક અર્થતંત્રની સ્થિતિ ગંભીર હોવાનુ જણાવતા તેમણે કહ્યુ હતુ કે, મુશ્કેલભરી પરિસ્થિતિ હોવા છતાં ફુગાવો કાબુમાં રહ્યો છે અને અર્થતંત્ર દોડવા લાગ્યુ છે.
નાણામંત્રી જેટલીએ કૃષિ કલ્યાણ સેસ થકી ૦.પ ટકાનો સર્વિસટેક્ષ લાદયો છે જે હવે વધીને ૧પ ટકા થયો છે. વિવિધ પ્રકારની સેસ અને ટેકસથી જેટલીએ બજેટમાં રૂ.ર૦,૬૦૦ કરોડનો બોજો પ્રજા ઉપર લાદયો છે. તેમણે ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેકસ ૧૦ લાખ રૂપિયાથી વધુના લાભાંશ ધારકો પર ટેકસ વધાર્યો છે. તેમણે ડિઝલ કાર પર ઇન્ફ્રા સેસ અને નવો કૃષિ કલ્યાણ સેસ લાદયો છે તેનાથી મોંઘવારી વધશે. નાણામંત્રીએ કલીન એનર્જી સેસ પણ વધાર્યો છે. આમ પ્રજા પર નવા સેસ અને ટેકસનો માર લાગ્યો છે. કોલસો અને વિજળી પણ મોંઘી થશે.
નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યુ હતુ કે, ગાર ૧લી એપ્રિલ ર૦૧૭થી લાગુ થશે. તેમણે કહ્યુ હતુ કે, ખાતર સબસીડી સીધેસીધી ખેડુતના ખાતામાં જશે. રાજકોષીય ખાદ્ય ર૦૧૬માં ૩.૯ ટકા તથા ર૦૧૭ માટે ૩.પ ટકાનું અનુમાન રાખવામાં આવ્યુ છે. તેમણે સરકારી બેંકોને રપ૦૦૦ કરોડની સહાય આપવાની જાહેરાત પણ કરી છે. નાણામંત્રી મોટર વ્હીકલ એકટમાં ફેરફાર કરવાનું પણ એલાન કર્યુ છે. ખેડુતોને વ્યાજના બોજાથી બચાવવા માટે ૧પ૦૦૦ કરોડની ફાળવણી કરી છે.
નાણામંત્રી અરૂણ જેટલીએ કહ્યુ હતુ કે, બ્લેકમની માટે વીડીઆઇએસ આવશે. દિવ્યાંગો માટે આયાત થતા ઉપકરણો સસ્તા કરવાની તેમણે જાહેરાત કરી છે. કોર્પોરેટ ટેકસ ૩૦ ટકાથી ઘટાડી ર૯ ટકા કરવામાં આવ્યુ હોવાની તેમણે જાહેરાત કરી છે. તેમણે ઇપીએફ માટેની એક નવી યોજના પણ જાહેર કરી છે. તેમણે તંબાકુ પ્રોડકટ પરની એકસાઇઝ ડયુટી ૧૦ ટકાી વધારીને ૧પ ટકા કરી છે. સ્ટાર્ટઅપને ૩ વર્ષ માટે કરમુકિત મળશે તેવી તેમણે જાહેરાત કરી છે. નવી કંપનીઓ અને નાની કંપનીઓને ઇન્સેન્ટીવ આપવા પણ તેમણે જાહેરાત કરી છે. કરચોરીને કડક હાથે ડામવા પણ તેમણે એલાન કર્યુ છે.
નાણામંત્રીએ કોલસા, લીગનાઇટ અને પીટ ઉપર કલીન એનર્જી સેસ ટને રૂ.ર૦૦થી વધારી રૂ.૪૦૦ કરવાની પણ જાહેરાત કરી છે. ૧ર રાજયોમાં ખેડુતો માટે ઇ-પોર્ટલ શરૂ કરવા તેમણે જાહેરાત કરી હતી. ગરીબ પરિવારને ૧ લાખ રૂપિયાનો સ્વાસ્થ્ય વિમો આપવા પણ તેમણે જાહેરાત કરી હતી.
શું મોંઘુ થયું ?
- સોનું - સોનાના ઘરેણા
- સિનેમાની ટીકીટ
- કેબલ ભાડુ
- મોબાઇલ બીલ
- રેસ્ટોરન્ટમાં જમવાનું
- હવાઇયાત્રા
- લકઝરી કાર
- સિગારેટ
- બ્યુટી પાર્લર
- રેલ્વે ટીકીટ
- જીમ
- વિમા પોલીસી
- બ્રાન્ડેડ કપડા
- કોલસો
શું સસ્તુ થયું ?
- બીડી
- પહેલી વખત મકાન લેવા પર ૫૦ હજાર સુધીની છુટ, ૩૫ લાખની હોમ લોન પર ૫૦,૦૦૦ની છૂટ
- ડાયાલીસસ ઉપકરણો પર ડયુટી સમાપ્ત