01:00 PMકોલસા પર ક્લીન એનર્જી સેસ ડબલ કરાયો. હવે પ્રતિ ટન 400 રુપિયા લાગશે ક્લીન એનર્જી સેસ.
12:50 PMપ્રત્યક્ષ કરોની આવકમાં 1060 કરોડ ઘટશે, અપ્રત્યક્ષ કરની આવકમાં 20,670નો વધારો. કરની આવકમાં નેટ વધારો 19,610 કરોડ.
12:46 PMલોકસભા આવતીકાલ સુધી મોકુફ
12:45 PMનાણાં મંત્રીએ બજેટ સ્પીચ પૂરી કરી
12:44 PMઅપ્રત્યક્ષ કરોથી સરકારને 19,610 કરોડની વધારાની આવક થશે
12:42 PMઈન્કમ ટે્ક્સના કાયદાઓનું સરળીકરણ કરવા માટે જસ્ટિસ એશ્વાર કમિટીની ભલામણોને સ્વીકારવાની ભલામણ
12:41 PMગોલ્ડ અને ડાયમંડ જ્વેલરી મોંઘી, સીએનજી કાર પર પણ એક ટકો સરચાર્જ લાગશે
12:40 PMઅનલિસ્ટેડ કંપનીઓનો લોંગ ટર્મ કેપિટલ ગેઈન પિરિયડ ત્રણણ વર્ષથી ઘટાડીને બે વર્ષ કરાયો
12:38 PMએક વર્ષમાં 50 કરોડથી ઓછા નાણાં એકત્ર થયા હોય તેવા 13 ટેક્સ નાબૂદ કરાશે
12:37 PMટેક્સ ચોરીના કેસમાં સાચી માહિતી આપી દેવા પર 50 ટકા, વિગતો છૂપાવવા બદલ 200 ટકા પેનલ્ટી લાગશે
12:36 PMસેન્સેક્સમાં વધુ 565.70 પોઈન્ટ્સનો ઘટાડો, હાલ 22,588.60 પર સેન્સેક્સ
12:32 PMખેતી ક્ષેત્રની તમામ કરપાત્ર સેવાઓ પર કૃષિ કલ્યાણ સેસ લાગશે
12:31 PMડીઝલ કાર પર 2.5 અને એસયૂવી પર 4 ટકા ટેક્સ વધ્યો
12:28 PMએક કરોડથી વધુની વાર્ષિક આવક ધરાવનારા પર સરચાર્જ 12 ટકાથી વધારીને 15 ટકા કરાયો
12:28 PM10 લાખથી વધુ કિંમત ધરાવતી કાર મોંઘી થશે
12:27 PMતમાકુ પ્રોડક્ટ્સ (બીડી સિવાય) 15 ટકા એક્સાઈઝ ડ્યૂટી લાદવાની ભલામણ
12:26 PMપહેલીવાર મકાન ખરીદનારાઓને વ્યાજ પર 50 હજાર રુપિયાની વધારાની છૂટ મળશે
12:26 PMરાજ્ય અથવા કેન્દ્રની યોજના હેઠળ બનેલા 60 ચો.મી. સુધીના અફોર્ડેબલ હાઉસિંગ પર સર્વિસ ટેક્સ નહીં લાગે
12:23 PMસેન્સેક્સમાં 300 પોઈન્ટ્સનો ઘટાડો
12:22 PMનિરાયી સ્વાસ્થ્ય વીમા યોજના હેઠળ જનરલ ઈન્શ્યોરન્સ સ્કીમને સર્વિસ ટેક્સમાંથી મુક્તિ
12:21 PMGAARનો 1 એપ્રિલ 2017થી અમલ કરવા સરકાર કટિબદ્ધ: જેટલી
12:17 PMઈન્કમ ટેક્સના સ્લેબમાં કોઈ પરિવર્તન ન કરાયું
12:15 PMપાંચ લાખથી ઓછી આવક ધરાવતા કરદાતાને 87એ અંતર્ગત 3 હજાર રુપિયાની છૂટ
12:14 PMબે કરોડથી વધુ ટેક્સ પેયર્સને 3,000 રુપિયાની રાહત
12:13 PMનાના ટેક્સ પેયરને રાહત આપવી સરકારની પ્રાથમિકતા. HRAને 24 હજારથી વધારી 60 હજાર કરાયું
12:08 PM2016-17ના બજેટમાં આયોજીત ખર્ચ 5.5 ખર્વ રુપિયા
12:08 PM2015-16માં નાણાંકીય ખાધ 3.9 ટકા રહી, અને 2016-17માં 3.5 ટકા રહે તેવો અંદાજ.
12:07 PMપ્રધાનમંત્રી મુદ્રા યોજના માટેની ફાળવણી વધારીને 1,80,000 કરોડ રુપિયા કરાઈ
12:06 PMકઠોળની કટોકટી દૂર કરવા માટે 900 કરોડની ફાળવણી
12:06 PMદાળોની કિંમત ઓછી કરવા બફર સ્ટોકની વ્યવસ્થા થશે. પોસ્ટ ઓફિસોમાં શરુ કરાશે એટીએમ
12:03 PMસાગરમાલા પ્રોજેક્ટ માટે 8000 કરોડની ફાળવણી
Rs 8000 cr provided for Sagarmala project.
12:02 PMપબ્લિક ટ્રાન્સ્પોર્ટમાં પરમિટનો નિયમ રદ્દ કરવાનું આયોજન
12:01 PMસરકારી બેંકોના રિ-કેપિટાલાઈઝેશન માટે 25,000 કરોડની ફાળવણી
12:00 PMવીમા અને પેન્શન, બાંધકામ, સ્ટોક એક્સ્ચેન્જ જેવા ક્ષેત્રોમાં એફડીઆઈના નિયમોમાં પરિવર્તન લાવવા પ્રસ્તાવ
11:57 AMબેંકરપ્સીની સ્થિતિને પહોંચી વળવા નિયમો લવાશે
11:57 AMઆરબીઆઈ એક્ટમાં આ વર્ષે ફેરફાર કરવા વિચારણા
11:56 AMલોકોને છેતરતી નાણાકીય સ્કીમ પર સંકજો કસવા માટે નિયમો બનાવાશે
11:55 AM160 એરપોર્ટ્સનો વિકાસ કરવામાં આવશે
11:53 AMભારતમાં બનેલી ફૂડ પ્રોડક્ટ્સના માર્કેટિંગ માટ FAPB અંતર્ગત 100 ટકા એફડીઆઈ
11:52 AMઆગામી 15-20 વર્ષમાં ન્યુક્લિયર એનર્જીનું ઉત્પાદન વધારવા માટે સરકાર આયોજન કરશે
11:51 AMમોટર વ્હીકલ એક્ટમાં સરકાર પરિવર્તન લાવશે
11:51 AMઉચ્ચ શિક્ષણ માટે 1000 કરોડ રુપિયાની ફાળવણી કરાઈ
11:49 AMઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે કુલ 2,21,246 કરોડ રુપિયાની ફાળવણી કરાઈ
11:48 AM50,000 કિમીના સ્ટેટ હાઈવેને નેશનલ હાઈવેમાં સમાવી તેનું અપગ્રેડેશન કરવામાં આવશે
11:48 AMજો શોપિંગ મોલ્સ અઠવાડિયાના સાતેય દિવસ ખૂલ્લા રહેતા હોય તો નાની અને મધ્યમ કદની દુકાનો કેમ નહીં?
11:47 AMબજેટમાં જેટલીનું મોટું એલાન.. નવા કર્મચારીઓને ત્રણ વર્ષ સુધી પીએફ આપશે સરકાર
11:46 AM85 ટકા જેટલા અટકી પડેલા રોડ પ્રોજેક્ટ્સ ફરી શરુ કરાયા
11:45 AMઆ વર્ષે રસ્તાઓ અને હાઈવે બનાવવા માટે 55,000 કરોડની ફાળવણી. રોડ સેક્ટરમાં આ વર્ષે કુલ 97,000 કરોડનું રોકાણ થશે
11:44 AMસ્ટેન્ડ અપ ઈન્ડિયા સ્કીમ માટે 500 કરોડ રુપિયા ફાળવાયા
11:43 AMઉચ્ચ શિક્ષણ ફાઈનાન્સ એજન્સી શરુ કરાશે, 1000 કરોડના ફંડની ફાળવણી
11:42 AMનવી 62 નવોદય વિદ્યાલયો આગામી 2 વર્ષમાં શરુ કરાશે
11:40 AMગ્રામિણ વિસ્તારમાં રહેતા લોકો માટે 'ડિજિટલ સાક્ષરતા યોજના' શરુ કરાશે
11:40 AMનેશનલ સ્કીલ ડેવલપમેન્ટ મિશન હેઠળ 76 લાખ યુવાનોને કૌશલ્ય વર્ધક તાલિમ અપાશે
11:39 AMદેશમાં 1500 મલ્ટિ સ્કીલ ઈનસ્ટિટ્યૂટ્સ સ્થાપવામાં આવશે
11:38 AMજન ઔષધિ યોજના માટે 2016-17માં 300 દવાની દુકાનો શરુ કરાશે
11:34 AMનેશનલ હેલ્થ મિશન હેઠળ નેશનલ ડાયાલિસિસ સર્વિસ શરુ કરાશે
11:33 AMજેટલીએ હેલ્થ પ્રોટેક્શન સ્કીમ હેઠળ પરિવાર દીઠ 1 લાખ રુપિયાનું વીમા કવચ આપવાની જાહેરાત કરી
11:31 AMગ્રામીણ વિકાસ માટે આ વર્ષના બજેટમાં કુલ 87,765 કરોડ રુપિયાની ફાળવણી કરાઈ
11:30 AMફેબ્રુઆરી 2016 સુધીમાં 5542 ગામડા સુધી વીજળી પહોંચી. 1 મે 2018 સુધીમાં દેશના તમામ ગામડાં સુધી વીજળી પહોંચાડાશે
11:29 AMજેટલીએ બેસીને બજેટ વાંચવાનું શરુ કર્યું
11:28 AMપ્રધાન મંત્રી સડક યોજના માટે 2016-17માં 19,000 કરોડની ફાળવણી
11:27 AMસ્વચ્છ ભારત માટે 9000 કરોડ રુપિયાની ફાળવણી કરાઈ
11:26 AMભૂગર્ભ જળને રિચાર્જ કરવા માટે 60,000 કરોડ રુપિયાની ફાવળણી
11:26 AMમનરેગા યોજના માટે 38,500 કરોડ રુપિયાની ફાળવણી, એક જ વર્ષમાં સૌથી વધુ રકમની ફાળવણીનો રેકોર્ડ
11:25 AMગ્રામ પંચાયતો તેમજ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માટેની ગ્રાંટમાં 228 ટકાનો વધારો કરાયો
11:24 AMવોટર રિસોર્સ મેનેજમેન્ટ માટે 60,000 કરોડ રુપિયાની ફાવળણી
11:23 AMવડાપ્રધાન પાક વીમા યોજના માટે 5500 કરોડ રુપિયાની ફાળવણી
11:22 AMદાળોનું ઉત્પાદન વધારવા માટે 500 કરોડ રુપિયાની ફાળવણી
11:21 AMસેન્સેક્સ 140 પોઈન્ટ્સ વધ્યો
11:20 AMખેડૂતો પર દેવાનો ભાર હળવો કરવા 15,000 કરોડ રુપિયાની ફાળવણી
11:20 AMસિંચાઈ માટે નાબાર્ડ હેઠળ રૂ. 20,000 કરોડનું ફંડ ફાળવાશે
11:19 AMઆ વર્ષે ફાર્મર વેલ્ફેર માટે 359.84 અબજ રુપિયાની ફાળવણી
11:17 AM28.5 લાખ હેક્ટર જમીનને સિંચાઈની સુવિધા હેઠળ લવાશે
11:17 AMઆગામી ત્રણ વર્ષમાં 15 લાખ હેક્ટર જમીન પર ઓર્ગેનિક ફાર્મિંગ શરુ કરાશે.
11:16 AMજીએસટી બિલ પાસ કરાવવા અને બેંકરપ્સી લૉ લાવવા સરકાર કટિબદ્ધ. આધારને કાયદાકીય પીઠબળ અપાશે.
11:15 AM23 પ્રોજેક્ટ્સને 31 માર્ચ પહેલા પૂરા કરી દેવાશે
11:13 AMએગ્રિકલ્ચર, હેલ્થકેર, અને નાણાંકીય સુધારા પર ખાસ ફોકસ
11:13 AMએગ્રિકલ્ચર, હેલ્થકેર, અને નાણાંકીય સુધારા પર ખાસ ફોકસ
11:12 AMપાંચ વર્ષમાં ખેડૂતોની આવક બમણી કરાશે.
11:11 AMઆધાર કાર્ડના પ્લેટફોર્મ પર નિશ્ચિત વ્યક્તિને જ સરકારી લાભ મળે તે સુનિશ્ચિત કરાશે
11:10 AMગ્રામીણ વિસ્તારોમાં સામાજીક અને ભૌતિક માળખું મજબૂત બનાવવા સરકાર કટિબદ્ધ
11:10 AMબીપીએલ પરિવારોને સરકારની સબસિડી સાથે ગેસ કનેક્શન મળશે, ચૂલા પર રસોઈ બનાવવાથી ગરીબ મહિલાઓને મુક્તિ મળશે
11:09 AMપ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ ખેડૂત સામાન્ય પ્રીમિયમ ભરીને પાક નુક્સાની સામે વળતર મેળવી શકશે
11:08 AMવિદેશી બજારો નબળાં પડ્યા છે, ત્યારે આર્થિક વિકાસ માટે આપણે ઘરઆંગણાના બજારને મજબૂત બનાવવું પડશે: જેટલી
11:06 AM'આસમાની અને સુલ્તાની બંને પરિબળોએ આપણને પરેશાન કર્યા છે'
11:06 AMદેશનું વિદેશી ભંડોળ 350 બિલિયન અમેરિકન ડોલરના સર્વોચ્ચ સ્તરે: જેટલી
11:06 AMદેશની આર્થિક સ્થિતિ સારી છે, આપણી CADમાં ઘટાડો થયો છે: જેટલી
11:04 AMઆઈએમએફ સહિતની નાણાંકીય સંસ્થાઓએ ભારતીય અર્થતંત્રની સરાહના કરી છે: જેટલી
11:04 AMવૈશ્વિક અર્થતંત્ર મંદીનો સામનો કરી રહ્યું છે, ત્યારે હું બજેટ રજૂ કરી રહ્યો છું: જેટલી
11:02 AMરાજ્યસભામાં હોબાળા વચ્ચે અરુણ જેટલીએ બજેટ સ્પીચ વાચવાનું શરુ કર્યું
10:38 AMકેબિનેટે આપી બજેટને મંજૂરી
10:20 AMકોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરવા ઉદ્યોગજગતની માંગ
10:20 AMનાણાં મંત્રી અરુણ જેટલી બજેટ અંગે અન્ય મંત્રીઓને આપી રહ્યા છે માહિતી.
10:14 AMબજેટ પર કેબિનેટની બેઠક શરુ. પીએમ મોદી બેઠકમાં મોજૂદ. સવારે 11 વાગ્યે લોકસભામાં રજૂ થશે બજેટ
09:49 AMબજેટની કોપીઓ સંસદ ભવન પહોંચી