Wednesday, July 22, 2015

CCC PASS GHANA KARMACHARIONE COMPUTER CHALU KARTA PAN NATHI AVADTU

અમદાવાદ, મંગળવાર
ગુજરાત સરકારની વિવિધ ઓફિસોમાં ફરજ બજાવતા વર્ગ-૩ના કર્મચારીઓ માટે પ્રમોશન અને ઉચ્ચત્તર પગાર ધોરણનાં લાભો લેવા માટે CCC  (કન્સેપ્ટ ઓન કમ્પ્યુટર કોર્સ.. કમ્પ્યુટર કૌશલ્ય)ની પરીક્ષા પાસ કરવી ફરજીયાત કરાઇ છે.
CCC નું સર્ટીફીકેટ મેળવવા માટે સરકારે અનેક વખત મુદતો વધારી હતી. આમ છતાં લાખો કર્મચારીઓ પાસે હજુ પણ CCC સર્ટી. નથી. એટલું જ નહી CCC પાસ કરનારા પૈકીના અનેક કર્મચારીઓને કમ્પ્યુટરો ચાલુ કરતા પણ આવડતા નથી !!!
૨૦૦૬-૦૭માં સરકારે વહીવટમાં સરળતા રહે તેવા હેતુથી તમામ પ્રકારના કર્મચારીઓ માટે CCC ફરજીયાત બનાવી હતી. જેમાં વર્ગ ૧ અને ૨નાં અધિકારીઓ માટે CCC+ એને વર્ગ ૩ માટે CCC પરીક્ષા છે. વર્ગ- ૧-૨ની પરીક્ષાનું તમામ આયોજન સ્પીપામાં, સ્પીપા દ્વારા જ થયું હતું. જ્યારે વર્ગ- ૩ માટે શરૃઆતમાં ITI ના ૩૯ સેન્ટરો પર GCVT (ગુજરાત કાઉન્સિલ વોકેશનલ ટ્રેનિંગ) દ્વારા CCC ની પરીક્ષા લેવાનો નિર્ણય લેવાયો હતો. જેના માટે સામાન્ય વહીવટ વિભાગે બે વખત ઠરાવ બહાર પાડયા હતા.
GCVT જ પેપરો કાઢી પરીક્ષા લેતી અને સર્ટીફિકેટ પણ આપ્યા છે. જે કર્મચારીઓને કમ્પ્યુટરનું જ્ઞાાન નહોતું. તેઓએ ITI  માં તાલીમ લઇને પરીક્ષા આપવાની હતી. જેમની પાસે કમ્પ્યુટર સીસ્ટમની જાણકારી હતી. તેઓ સીધી પરીક્ષા આપી શકતા હતા. જોકે મોટા ભાગના કર્મચારીઓને પરીક્ષા આપવામાં કોઇ જ રસ નહોતો. ખાસ કરીને ૪૫ વર્ષથી ઉપરના કર્મચારીઓને કમ્પ્યુટર શિખવામાં પણ રસ નહોતો. આથી તેઓએ પરીક્ષા વગર પાસ થવા માટેના રસ્તા શોધ્યા હતા.
શરૃઆતમાં માત્ર ૫થી ૧૦ હજારમાં જ વગર પરીક્ષાએ પાસના સર્ટીફિકેટ મળી જતા હતા. જેમાં કર્મચારીઓએ માત્ર પોતાનું ફોર્મ જ ભરવાનું હતું. ત્યાર બાદ 'વહીવટ'કરનારાઓ આ કર્મચારીને CCC ની પરીક્ષામાં કોઇપણ હિસાબે પાસ કરાવી દેતા હતા. આવા કર્મચારીઓમાંથી હજુ પણ ઘણાંને કમ્પ્યુટર ચાલુ કરતા પણ આવડતું નથી.
CCC ની પરીક્ષામાં અનેક પ્રકારના ગોટાળા થયા છે. સત્તાવાળાઓ સુધી ઢગલાબંધ ફરીયાદો થઇ છે જેથી ઘણા વિભાગોએ પોતાના કર્મચારીએ મેળવેલા CCC સર્ટીફિકેટોની ખરાઇ કરાવવાનું પણ શરૃ કરી દીધું છે.

CCCની પરીક્ષા વખતે ઘણા ડમી પકડાયા હતા
અમદાવાદ, મંગળવાર
CCCની પરીક્ષા દરમિયાન ઘણા ડમી ઉમેદવારો રંગેહાથ ઝડપાઇ ગયા હતા. અમદાવાદના કુબેરનગર ITI માં SRP ના જવાનોની બદલે અન્ય યુવાનો પરીક્ષા આપવા આવ્યા હતા. જ્યારે બિલિમોરામાં તો શિક્ષિકાએ તેની દિકરીને પરીક્ષા આપવા મોકલી હતી !! આવા અનેક કિસ્સામાં તંત્રએ સામાન્ય કાર્યવાહી કરી હતી પરંતુ કોઇ નક્કર પગલા લીધા નહોતા.

Share This
Previous Post
Next Post