Wednesday, May 6, 2015

RTE ના નિયમમાં ૧લી જૂન પહેલા પાંચ વર્ષ પૂરા કરનાર બાળક જ પહેલા ધોરણમાં પ્રવેશપાત્ર ગણાયા છે

વડોદરા,સોમવાર
રાઇટ ટુ એજ્યુકેશન અનુસાર ૧લી જૂન પહેલા જે બાળકો પાંચ વર્ષ પૂરા કર્યા હોય તેને જ પહેલા ધોરણમાં પ્રવેશ આપવો, તેવા નિયમને કારણે એ સ્પષ્ટ થઇ ગયુ છે ક જૂનના પહેલા સપ્તાહમાં પણ જે બાળકને પાંચ વર્ષ પૂરા થતા હોય તેમણે પણ બાલમંદિર કે કેજીમાં એક વર્ષ વધારે ભણવુ પડશે.પહેલા ધોરણમાં પ્રવેશ મેળવવા માટે બાળકની ઉંમર ૩૧ મેના રોજ પાંચ વર્ષની હોવી જોઇએ પણ જે બાળકો નિયત તારીખથી બે-ત્રણ દિવસ મોડા જન્મ્યા હોય તેમને આખુ વર્ષ ફરી અભ્યાસ કરવો પડે તેવી સ્થિતિ નિવારવા કાયદામાં પરિવર્તન કરાવવા વાલીઓની ગણતરી હતી.તાજેતરમાં અત્રેના બદામડીબાગ ખાતે એવા વાલીઓની સભા મળી હતી, જેમના સંતાનોને બે કે ત્રણ દિવસ માટે થઇને ફરી એક આખુ વર્ષ સિનિયર કેજી કે બાલમંદિરમાં ભણવુ પડે તેમ છે.આ સંદર્ભમાં વાલીઓએ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીનો ૧૮-૨૧/૪/૨૦૧૫નો એક પત્ર રજૂ કર્યો હતો, જેમા જુન-૨૦૧૫માં જે બાળકોને પાંચ વર્ષ પુરા થતા હોય તેઓને પ્રવેશોત્સવ દરમિયાન શાળામાં પ્રવેશ આપવાનો થાય છે, તેવી નોધ મુકાયેલી છે. આ પરિપત્રએ વાલીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો.પરંતુ આ પત્ર બાબતે ગાંધીનગર નાયબ શિક્ષણ નિયામકે સ્પષ્ટતા કરી હતી કે આરટીઇના નિયમ મુજબ તા.૧લી જુન પહેલા જે બાળકને પાંચ વર્ષ પૂરા થતા હોય તે બાળક પહેલા ધોરણમાં પ્રવેશપાત્ર છે.જો કે જિલ્લા શિક્ષણાધિકારીના જણાવ્યા મુજબ પહેલા ધોરણના પ્રવેશ માટે ૩૧ મે તારીખ અદાલતના માર્ગદર્શન હેઠળ નિયત કરાઇ હોઇ સરકાર તેમાં મનસ્વી ફેરફાર કરી શકે નહીં. એટલે જે બાળકોને ૩૧મે પછી પાંચ વર્ષ પૂરા થતા હોય તેમને પહેલા ધોરણમાં પ્રવેશ મળવાની શક્યતા ધૂધળી બની જાય છે.
Share This
Previous Post
Next Post