Wednesday, May 27, 2015

સીબીએસસી ધો.૧૦ નું કાલે પરીણામઃ છાત્રોમાં ઉત્તેજના

સીબીએસસી ધો.૧૦ નું કાલે પરીણામઃ છાત્રોમાં ઉત્તેજના
રાજકોટની ૬ શાળામાં ૪પ૦ પરીક્ષાર્થીઓએ આપી હતી પરીક્ષા

   રાજકોટ, તા., ર૭: સેન્‍ટ્રલ બોર્ડ ઓફ સેકન્‍ડરી એજયુકેશન (સીબીએસઆઇ) દ્વારા ધો.૧૦ની પરીક્ષાનું પરીણામ આવતીકાલે તા.ર૮ના ગુરૂવારે  ૧ર કલાક બાદ જાહેર થશે.
   સમગ્ર દેશમાં સીબીએસઇના ધો.૧૦ના કુલ ૧૩,૭૩,પ૮૩ છાત્રોએ પરીક્ષા આપી હતી. છેલ્લા કેટલાક દિવસથી છાત્રો-વાલીઓ પરીણામની રાહ જોતા હતા તેનું આવતીકાલે બપોરે ૧ર કલાકે ધો.૧૦નું પરીણામ જાહેર થશે  તેમ સીબીએસઇ અલ્‍હાબાદ ક્ષેત્રના નિર્દેષક પિયુષ શર્માએ જણાવ્‍યું છે.
   રાજકોટમાં આર.કે.સી. દીલ્‍હી પબ્‍લીક સ્‍કુલ , કેન્‍દ્રીય વિદ્યાલય, સર્વોદય સ્‍કુલ, સનફલાવર સ્‍કુલ, ધુલેશીયા સ્‍કુલ સહીત સમગ્ર રાજકોટમાં ૩પ૦ છાત્રોએ ધો.૧૦ની પરીક્ષા આપી હતી.

Share This

Related Posts