વર્ષ ૨૦૦૯ની વિગતોના આધારે યુનિસેફની એક સંસ્થા થકી તૈયાર કરાયેલા દેશના પ્રાથમિક શિક્ષણની દશા અંગેના હેવાલમાં ગુજરાતના પ્રાથમિક શિક્ષણનું જે ચિત્ર દર્શાવાયું છે તે ઉત્સાહજનક નથી. ધોરણ ત્રીજા કે પાંચમામાં ભણતાં બાળકોને ધો. ૧માં પુસ્તકો વાંચતાં પણ આવડતું નથી, વધુ નવાઈની વાત તો એ છે કે ગુજરાત કરતાં આર્થિક-સામાજિક રીતે પછાત ગણાતાં કેટલાંક રાજ્યોની સ્થિતિ ગુજરાત કરતાં સારી છે. આ સ્થિતિ જેટલી ગુજરાત સરકાર માટે ચિંતાજનક છે એટલી જ ગુજરાતની પ્રજા માટે પણ શરમજનક છે.
છેલ્લાં કેટલાંક વર્ષોથી ગુજરાત સરકારે શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ, વાંચે ગુજરાત, ખેલમહાકુંભ જેવાં અનેક અભિયાન પ્રા.શિક્ષણની ગુણવત્તા સુધારવા સરકારી રાહે લોકભાગીદારીથી આરંભ્યાં છે. મુખ્યમંત્રી પોતે પ્રતિ વર્ષ લાખો બાળકો સાથે સીધો સંવાદ કરે છે છતાં આવી સ્થિતિ કેમ પ્રવતેg છે તે સરકાર, શિક્ષકો અને પ્રજા સૌ માટે આત્મખોજનો વિષય છે. શિક્ષણ સુધારણા માટે કંપનીઓ સાથે એમઓયુ કરીને અંગ્રેજી ઢબે સુધારણાની વાઈબ્રન્ટ પ્રક્રિયા હાથ ધરવાને બદલે જે શિક્ષકો ખુદ શિક્ષણ સાથે સંકળાયેલા છે તેમની સાથે સીધો સંવાદ કરવો જોઈએ. આજે પ્રાથમિક શાળાના શિક્ષકોની બિનશૈક્ષણિક કામોમાં સામેલગીરી, તાલીમ, રજાઓ, વેકેશન અને શૈક્ષણિક સરકારી અભિયાનો- બધાંને કારણે શાળાઓ ૩૬૫માંથી માંડ ૧૦૦ દિવસ પૂરો સમય ચાલે છે.
લોકશાહીમાં ગ્રામપંચાયતથી માંડીને સંસદ સુધીની ચૂંટણી-પેટાચૂંટણીની પ્રક્રિયા ઉપરાંત મતદારયાદી સુધારણા અને મતદાર કાર્ડ વહેંચવા સુધીની કામગીરી શિક્ષકો કરે છે. હવે ફેબ્રુઆરીમાં પરીક્ષા ટાણે ૨૦ દિવસ વસતિ ગણતરી ચાલશે, જેથી શાળાનો સમય બદલાતાં શૈક્ષણિક સમયમાં કાપ આવશે. કૃષિરથ હોય કે ગ્રામસભા, કોઈ પણ નવું સરકારી અભિયાન આવે એટલે સસ્તો ભાળ્યો શિક્ષક જ સરકારના હાથમાં આવે છે. આ બધાં કામો અનેક બેકારોની મોટી ફોજ છે તેની પાસેથી પણ લઈ શકાય તેવાં છે. બિનશૈક્ષણિક ઉપરાંત બીપીએલની ગણતરી, પ્રવેશોત્સવ, ખેલકૂદ મહાકુંભ, તહેવારોની ઉજવણી, ચિત્ર-વાંચન સ્પધૉ, વ્યાયામ અને વિજ્ઞાનમેળા જેવી પ્રવૃત્તિઓમાં પણ સમય જાય છે. શાળામાં કોઈ કારકુન હોતા નથી, એટલે શિક્ષકો જ હાજરી, પરીક્ષા, પુસ્તક વિતરણ, શિષ્યવૃત્તિ વિતરણ, આરોગ્ય ચકાસણી, મધ્યાહ્ન ભોજનની દેખરેખ જેવાં અનેક કામો પણ શાળાના સમયમાં કરવાના છે. આ સ્થિતિમાં નવી, નિત્ય, નવી માહિતી માગતા પરપિત્રો પાછળ પણ શિક્ષકોનો સમય વેડફાય છે. ૫૦ વર્ષથી વધુ ઉંમરના શિક્ષકોને કોઈ પણ પ્રકારની તાલીમમાંથી બાકાત રાખવા જોઈએ.
આ સ્થિતિમાં શિક્ષક વધુ સમય શાળા કે વર્ગમાં રહે તેવી વ્યવસ્થા થાય તો જ શિક્ષણની ગુણવત્તા સુધરે. ગુણોત્સવમાં પ્રજામાનસમાં બહુ ઓછો આદર હોય તેવા ખાતાના અધિકારીઓ કે જેમને ચૂંટાવા માટે કોઈ શૈક્ષણિક લાયકાત નક્કી નથી કરાઈ તેવા ચૂંટાયેલા પ્રતિનિધિઓ બાળકોની ગુણવત્તાની ચકાસણી કરવા જાય ને કેવું વરવું ર્દશ્ય છે ! કોઈ બાળક આવા મહાનુભાવને જનગણમન કે વંદેમાતરમ્ બોલવાનું કહેતાં તો શી દશા થાય! શિક્ષણની ગુણવત્તા ચકાસવા બીટ નિરીક્ષણ, કેળવણી નિરીક્ષક જેવી જગ્યાઓની વ્યવસ્થા છે, તેઓ શું કરે છે ? ગ્રામપંચાયતથી માંડીને જિલ્લા પંચાયત સુધીની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં શિક્ષણ સમિતિઓ હોય છે તેના ચેરમેન-સભ્યો શું માત્ર સત્તા ભોગવતા શોભાના ગાંિઠયા જેવા છે? શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનાર નિવૃત્ત આચાર્યો અને શિક્ષકોનો ગુણવત્તા સુધારણા કે ગુણોત્સવમાં શ્રેષ્ઠ ઉપયોગ થઈ શકે એવા વાલીઓનો મોટો વર્ગ છે કે જેને પોતાનું બાળક શું ભણે છે અને નશિાળે જાય છે કે નહીં તેની પણ પૂરી જાણકારી હોતી નથી. આમાં શિક્ષકો સાથે સ્થાનિક સ્વરાજની શિક્ષણ સમિતિના સભ્યો રહે તો વાલી સુધારણા અભિયાન પણ ચલાવી શકાય. શિક્ષકો બોલાવે તોપણ ઘણા વાલીઓ શાળામાં આવતા પણ નથી એટલા બધા બેદરકાર હોય છે.
ખેલમહાકુંભ આવકાર્ય પણ શાળામાં વિવિધ રમતનાં સાધનોથી સજજ મોકળાશવાળાં રમતનાં મેદાનો પણ જરૂરી છે. વાંચે ગુજરાત આદર્શ અભિયાન પણ બાળકને પચે અને પરવડે તેવાં પુસ્તકો પૂરાં પાડવા પણ આવશ્યક છે. દેશભરમાં ખાનગી અને સરકારી પ્રા. શાળાઓમાં રાષ્ટ્રભિકત, નૈતિક મૂલ્યો અને ચારિત્ર ઘડતર કરે તેવો સમાન પાઠ્યક્રમ તથા પુરાણી સુલેખન, હસ્તલિખિત અંકો, વાંચન શિબિર જેવા પ્રયોગો પણ શરૂ કરવાની જરૂર છે. અંગ્રેજી વિના એસએસસી અને પીટીસી થયેલ શિક્ષક પાસે સારા અંગ્રેજી જ્ઞાન કે શિક્ષણની શું અપેક્ષા રાખી શકાય ? શાળાઓનો ડ્રોપ આઉટ ઘટયાનું ગાૈરવ લેવાને બદલે વિધ્યાસહાયકિયા પ્રથામાંથી પણ પ્રાથમિક શિક્ષણને બહાર કાઢવાની જરૂર છે. સરકારી સુવિધાઓનો લાભ લઈને ઉદ્યોગો સ્થાપતી કંપનીઓને માથે ઓરડા, સંડાસ, કોમ્પ્યુટર, મધ્યાહ્ન ભોજન, યુનફિોર્મ, પુસ્તકો જેવી સામાજિક જવાબદારી નાખીને કે શાળા દત્તક આપીને શાળાની ગરીબી દૂર કરવાની જરૂર છે. શૈક્ષણિક કાર્યમાં વિક્ષેપ નાખતાં તમામ અભિયાનો બંધ કરીને શિક્ષક વધુ સમય શાળામાં રહીને ભણાવી શકે એ જ સૌથી મોટો ને સાચો ગુણોત્સવ છે.