Thursday, April 30, 2015

એસટીના ૧૭ હજાર ફિકસ પગારના કર્મચારીઓને ડીસમીસની નોટીસ

એસટીના ૧૭ હજાર ફિકસ પગારના કર્મચારીઓને ડીસમીસની નોટીસ.
મોડી રાત્રે મેનેજમેન્‍ટના પરિપત્ર - આદેશ બાદ રાજકોટ સહિત રાજ્‍યભરના ડિવીઝનલ કન્‍ટ્રોલ દ્વારા સેવાતુ પગલુઃ રાજકોટ ડીસીએ ૧૨૦૦ ફિકસ પગારના કર્મચારીઓને ‘ડીસમીસ' અંગે નોટીસ ફટકારી : ૨૪ કલાકમાં ખુલાસો માંગ્‍યોઃ ફિકસ પગારના કર્મચારીઓ સામે પગલા લેવાશે તો બેમૂદતી હડતાલ ઉપર ઉતરી જવાશે : એસટીના ત્રણેય યુનિયનનો નિર્ણય.
રાજકોટ તા. ૩૦ : એસટી કર્મચારીઓની હડતાલમાં રાજકોટ સહિત રાજ્‍યભરમાં રહેલા ૧૫ થી ૧૭ હજાર જેટલા ફિકસ પગારવાળા એસટીના કારકૂન - પટ્ટાવાળા, ડ્રાઇવર, કંડકટર વિગેરે પણ જોડાયા છે, આ લોકો જ્‍યારે ફરજ ઉપર હાજર થયા ત્‍યારે તેમના ઓર્ડરમાં કોઇપણ હડતાલમાં ભાગ ન લઇ શકે તેવી જોગવાઇ હોય, આમ છતાં હડતાલ ઉપર જોડાતા એસટીના મેનેજમેન્‍ટે કડક પગલા લેવાનું શરૂ કર્યું છે, અને ગતરાત્રે એક પરિપત્ર - આદેશ દ્વારા તમામ ડીસીને હડતાલમાં જોડાયેલા ફિકસ પગારના કર્મચારીઓ સામે કડક પગલા લેવા આદેશ કર્યો છે.
ટોચના એસટી સૂત્રોના જણાવ્‍યા મુજબ રાજ્‍યના ૧૭ હજાર જેટલા ફિકસ પગારના તમામ કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કેમ ન કરવા - રિમૂવ કેમ ન કરવા તેવી આજે સવારથી નોટીસ ફટકારી - ૨૪ કલાકમાં ખુલાસો માંગતા ખળભળાટ મચી જવા પામ્‍યો છે. રાજકોટ ડીવીઝનલ કન્‍ટ્રોલર શ્રી જેઠવાએ કડક પગલા લઇ રાજકોટ ડીવીઝનના ૧૨૦૦ કર્મચારીઓને ગતરાતના આદેશ બાદ હડતાલમાં જોડાવા બદલ શા માટે ડીસમીસ ન કરવા, નોકરીમાંથી રીમૂવ કેમ ન કરવા તેવી નોટીસ ફટકારતા સનસનાટી મચી જવા પામી છે, શ્રી જેઠવા દ્વારા દરેક ડેપો ઉપર તથા ડીવીઝનલ કચેરીમાં આ નોટીસ ચીપકાવી દેવાઇ છે. દરમિયાન ફિકસ પગારના કર્મચારીઓ સામે આ પગલા સંદર્ભે યુનિયન અગ્રણીઓ રોષે ભરાયા છે, અને નવો આદેશ બહાર પાડયો છે કે જો ફિકસ પગારના કર્મચારીઓ સામે પગલા લેવાશે તો બેમુદ્દતી હડતાલ ઉપર ઉતરી જવાશે, અને જે કાંઇ થશે તેની જવાબદારી એસટી મેનેજમેન્‍ટની રહેશે.
વિદ્યા સહાયક મિત્રો આને કહેવાય હિમ્મત અને શોષણ સામે અવાજ
Share This

Related Posts