Monday, May 25, 2015

CBSE ધો. ૧૨નું ૮૨% પરિણામ

ધો. ૧૨ સીબીએસસીનું પરિણામ ત્રણ વિભાગમાં જાહેર કરવામાં આવનાર છે. ચેન્‍નઇ ઝોનનું સૌપ્રથમ બાદમાં પટના અને ભુવનેશ્વરનું પરિણામ જાહેર કરવામાં આવશે. ધો. ૧૨માં આ વર્ષે ૧૦,૪૦,૩૬૮ છાત્રોએ પરીક્ષા આપી છે. ધો. ૧૨માં ૮૨% પરીણામ આવ્‍યું છે.
      ધો. ૧૦ સીબીએસસીમાં દેશભરમાંથી ૧૩,૭૩,૮૫૩ છાત્રોએ પરીક્ષા આપી છે.
      રાજકોટમાં રાજકુમાર કોલેજ, કેન્‍દ્રીય વિદ્યાલય, દિલ્‍હી પબ્‍લીક સ્‍કુલ, સનફલાર સ્‍કુલ, સર્વોદય સ્‍કુલ, જય ઇન્‍ટરનેશનલ સ્‍કુલમાં કુલ ૨૪૦ છાત્રોનું પરીણામ આવ્‍યું છે.
      સીબીએસઈ ધો. ૧૨ના પરિણામો બાદ જેઈઈ (જોઈન્‍ટ એન્‍ટ્રેન્‍સ એક્‍ઢામ)-મેનનું કોમન મેરિટ લિસ્‍ટ તથા આઈઆઈટી (ઈન્‍ડિયન ઈનસ્‍ટિટ્‍યુટ ઓફ ટેક્‍નોલોજી) માટે એડમિશનની તસવીર સ્‍પષ્ટ થઈ જશે. મેનનું કોમન મેરિટ લિસ્‍ટ તા. ૭મી જુલાઈ તથા એડવાનસ્‍ડ એક્‍ઝામ રિઝલ્‍ટ તા. ૧૮મી જૂને પ્રસ્‍તાવિત છે. મેરિટ પ્રમાણે સ્‍ટુડન્‍ટ્‍સને ઓલ ઈન્‍ડિયા રેન્‍કિંગ મળશે. બાદમાં તેના આધાર પર એનઆઈટી, ટ્રીપલ આઈટી તથા અન્‍ય એન્‍જિનિયરિંગ કોલેજીસમાં એડમિશન મળશે. જેમાં બોર્ડના માર્ક્‍સને ૪૦ ટકા તથા મેનના માર્ક્‍સને ૬૦ ટકા વેટેજ આપવામાં આવે છે. આઈઆઈટીમાં એડમિશન માટે એડવાન્‍સ આપી ચૂકેલા વિદ્યાર્થીઓએ બોર્ડના ટોપ ૨૦ પર્સેન્‍ટાઈલમાં આવવું પડશે.

Share This
Previous Post
Next Post